________________
પ્રાચીન ધાતુની પ્રતિમાઓ પણ છે. બાંધણી અને પત્થરકામ ઘણું સુંદર છે. આ દેરાસરના અંગે કવિ લાધાશા નીચે મુજબ લખે છે –
પ્રથમ નમું આદિનાથને દેહરે ચિત્ય ઉદારે, બિબ ચૌદ આરસમે ધાતુમય ચિત ધારે, એકમલ પંચતીરથી પાટલાને ૫ટ જાણું રે, સર્વ થઈ શતદાયને બહોતેર અધિક વખાણુંરે
આ દેરાસરજીને અંગે શ્રી વિનયવિજયજી ઉપાધ્યાય નીચે મુજષ લખે છે –
પૂજીએ પૂછએ પ્રથમ તીર્થંકરૂ એ, ત્રિભુવન ત્રિભુવન દીવક દેવ તે, સેવ ક મન ગમ્યું એ, સૂરતિ સૂરતિ પુર સિણગારકે પૂજીએ પ્રથમ તીર્થંકર એ
પૂછએ પહિલું પ્રથમ નવર ભુવન દિનકર જગિ, જિનરૂ૫ સુંદર સુગુણ મંદિર ગાયવા ઉલટ થયો સવિ નીતિ દાષી મુગતિ ભાષી આપ જગસાલી થયા, રસરંગચાપી દુરતિ નાષી અષયસુષ સંગમ લો. ૧૭ શ્રી આદીશ્વરજીનું દેરાસર
નામ–શ્રી આદીશ્વરજીનું દેરાસર (કાંકરીયાનું)
સ્થળ-ગોપીપુરા માળીરૂળીયા. મૂળનાયક શ્રી આદીશ્વરજી. વહીવટદાર શેઠ મૂળચંદ તલકચંદ
પ્રતિષ્ઠા સંવત ૧૫૪-૫૫ માં થઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com