________________
અ
૪૦. શ્રી શીતલનાથ ભગવાનનું દેરાસર
નામ—શ્રી શીતલનાથ ભગવાનનું દેરાસર. સ્થળ—શ્રી હરીપુરા.
મૂળનાયક—શ્રી શીતલનાથજી ભગવાન. વહીવટદાર—ચંદુલાલ નગીનદાસ તથા નગીનદાસ કીકાભાઈ. પહેલી પ્રતિષ્ઠા સ ંવત ૧૯૬૪ માં થઈ છે.
૧૯૪૫ માં મોટી આગમાં દેરાસર મળી ગયેલું તે કરી ૧૯૪૮ માં બંધાયું.
બંધાવનાર—ત્રી સંધ.
આ દેરાસરજીની પ્રતિષ્ઠા શ્રી રતનસાગરજી મહારાજે કરાવી છે, આ દેરાસરની સ્થિતિ સારી છે, ધણું રમણીય છે અને લાડવા શ્રીમાળીના દેરાસર તરીકે ઓળખાય છે. લાડવા શ્રીમાળી ભાઈઓએ ચૈત્યપૂજામાં આપેલા કાળાનું આ સ્મરણ ચિન્હ છે.
૪૧. શ્રી દાદા સાહેબનું દેરાસર. (ત્રી જિનદત્તસૂરિની પાદુકા) નામ–શ્રી દાદા સાહેબનું દેરાસર
સ્થળ-શ્રી હરિપુરા
વહીવટદાર—શેઠ પાનાચંદ ભગુભાઈ તથા કૃષ્ણા ોધાજી આ દેરાસર ખરતર ગચ્છના દેરાસર તરીકે એળખાય છે. એના જીર્ણોદ્ધારના લેખ નીચે મુજબ છે.
“ શ્રી શ્રી શ્રી શ્રી જૈન શ્વેતાંબર મુનિ મહારાજજી શ્રી શ્રી શ્રી માહનલાલજી મહારાજના ઉપદેશથી આ દાદા સાહેબનું દેરાસર ખરતર ગચ્છના સંધનુ તે સર્વેએ મળીને જીર્ણોદ્ધાર કર્યો છે. સવત ૧૯૬૩ ની સાલમાં ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com