________________
ર૫
:: પ્રકરણ ૫ મું. :: મૂર્તિપૂજનની સિદ્ધિ અને તેના લાભ.
પ્રશ્ન-ઠીક, પણ પ્રતિમા ને પૂજવાથી લાભ શું? તેના ઇતિહાસિક પ્રમાણે ક્યાં છે
ઉત્તર–પ્રથમ કહેવાઈ ગયું છે કે પરમાત્માની પૂજામાં પ્રતિમાજીની (મૂર્તિની) પૂજા એ અસાધારણ સાધન છે. લાભાલાભનો સંબંધ તે આત્મા ધ્યાનની એકાગ્રતા ઉપર છે અને સાથે સાથેજ એ એકાગ્રતાનું પરમ સાધન એ મંગલ મુર્તિજ છે. એના દાંતે તો જ જગે મળે છે. પણ હા, જે ખપ હેાય તે— | મુગલ સમ્રાટ દીલીપતિ અકબર બાદશાહના વખતમાં મેડતા નગરીને રાજા વીર જયમલ તથા કેલવાર પતિ ફતેસિહ–એ ઉભય શૂરવીર ક્ષત્રીય રાજાઓ મિત્ર હતા. ન્યાયી સ્વધર્મનીષ્ટ અને ટેકીલા તેઓ સદેવ પ્રજાવત્સલ હતા છતાં ગૃહકલહના પરિણામે જેમ બધા ક્ષત્રિયેના સંબંધમાં બન્યું તેમ તેના સંબંધમાં પણ બન્યું. યુદ્ધમાં તે બને વીરે દગાથી મરાયા અને તે પણ બાદશાહ અકબરના હાથે. બાદશાહે જ્યારે જાણ્યું કે આ બંને વીરનરોને દગાથીજ મરાવાયા છે. તેઓ જરૂર વીરનર હતા અને તેમના મૃત્યુમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com