________________
એ દિવ્ય ચમત્કારી ભવ્ય મૂર્તિ ગઈ એવીશીમાં આષાઢી શ્રાવકે ભરાવી અને તેની પતે ઘણા કાળ પર્યંત ભક્તિભાવે પૂજા કરી. ત્યાર બાદ માનવોએ, દેવોએ, ઈંદ્રોએ પૂજેલી એ પ્રતિમાની વાત જૈન સમાજમાં સુવિદિત છે. કૃણ જરાસંઘના યુદ્ધ પ્રસંગે એ પ્રતિમાનું પ્રાગટય વૃત્તાંત જાણીતું છે. શ્રી કૃષ્ણનો વિજય-વિજય શંખાનુસાર શ્રી સંખેશ્વર ગ્રામે શ્રી સંખેશ્વર તીર્થ થયું. સ્તંભન પાર્શ્વનાથ અને ચારૂપ તીર્થની પાર્શ્વનાથની પ્રતિમાજીને ઈતિહાસ પુરાણે અને ચમત્કારિક છે.
સિદ્ધ થાય છે કે મૂર્તિ–મૂર્તિ પૂજન ઘણું પ્રાચિન સમયથી છે એમ કહેવું એ પણ બરાબર નથી પણ અનાદિ કાલથી છે એમ કહેવું એજ વાસ્તવિક છે.
જમીનમાંથી ખોદતાં એ ઘણી વખત પ્રાચીન મૂર્તિઓ નીકળે છે. હિંદુસ્તાનમાં તે નીકળે એમાં શું નવાઈ પણ હજારો વર્ષોથી જ્યાં જૈનોની વસ્તી પણ નથી એવા યૂરોપાદિ
સ્થળે પણ નીકળે છે. યૂરોપમાં હંગારીના મુખ્ય શહેર બુદાચિસ્ટ શહેરમાં એક અંગ્રેજને મહાવીરની પ્રતિમા જમીનમાંથી મળી છે જે તેણે પિતાના બાગમાં રાખી છે જેને ફેટે પંજાબમાં જસવંતરાય જેની પાસે છે. (જુઓ વિવિધ પ્રશ્નોત્તર ગ્રંથ ૧ લો). અસ્તુ. અનાદિકાલથી મૂર્તિપૂજન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com