________________
મૂર્તિઓ પડી છે તે દરેક જગા ઉપર ભાંજગડ ઉભી કરશે અને તેથી દરેક જગોપર સંઘની મહત્તાને, તને અને તેથી ધર્મને ઘણું નુકશાન થશે. માટે કોઈ પ્રકારે ન્યાયજ થવો જોઈએ કે જેથી વર્તમાન અને ભવિષ્ય સુધરે. જે એમ નહિ થાય તો ન્યાયને ચાહનાર લેકે હેરાન ગતિ પામશે તથા અપ્રમાણિક લોકોને વધારે જોર મલશે.
ઉપરના કાગલે મનનપૂર્વક વિચારવા વિનંતિ કરવામાં આવે છે. બ્રાહ્મણે જેને પ્રત્યે દરેક પ્રસંગે કેવી રીતે વર્તે છે તેની સાક્ષી પ્રાચીન અવચિન ઇતિહાસ સારી રીતે આપે છે. તીર્થોમાં, વ્યવહારમાં અને સાહિત્ય ક્ષેત્રમાં પણ તેમનું ટ્રેષપૂર્વકનું વર્તન ચાલુ. જૈનધર્મને ઢષપૂર્વક હલકો પાડવાના પ્રયત્નો કરનાર જૈન મહર્ષિઓને વિચિત્ર ચીતરનાર મહાપુરૂષે મુખ્યત્વે બ્રાહ્મણેજ હેય છે. પણ એ બધા જૈન સમાજની નિમલ્યતાના કારણેજ. અસ્તુ ! તે પછી જિનાલયમાં એ કેટિના પૂજારીઓથી એવાજ પરિણામ આવે એ સ્વત: સિદ્ધ છે. જૈન પૂજારીઓ હોય તે કદી પણ એવાં પરિણામ નજ આવે અને દરેક કાર્ય વિધિપૂર્વક લાગણી પૂર્વકજ થાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com