________________
આપીને પણ ન વાપરવી. સાધારણ ખાતાની વસ્તુ પણ સંઘની અનુમતિથી વાપરવી. જેનું ભાડું લેક વ્યવહારથી લેશ પણ ઓછું આપવું નહિ.
ઉજમણું વિગેરેમાં પણ મૂકાતી ચીજોને થડે નકરો આપી મોટા આડંબરથી કીર્તિ ખાટવાને પ્રયત્ન કરનાર લક્ષમીવતી શ્રાદ્ધવિધિમાં છે તે પ્રસિદ્ધ છે. તેટલાજ કારણે ઘણું દુઃખનું ભાજન તે થાય છે. ભવાંતરે કેવળી ભગવાનના ઉપદેશથી તે કારણ જાણું આલેયણથી શુદ્ધ થઈ દીક્ષા લઈ નિર્વાણ પામે છે.
દેવની નિશ્રાએ રખાયેલી ચીજો તેજ દેવની ચીજો અને તેને કોઈપણ રીતે પોતાના ઉપયોગમાં ન લેવાય અને પિતાની નિશ્રાએ રખાયેલી ચીજો પ્રસંગે દેવ માટે પણ વાપરી શકાય છે અને પિતાને વાપરતાં પણ બાધ નથી આવતો. આ બધી બાબતો વિશેષતઃ જાણવી હોય તેઓએ ગુરૂગમથી અને શ્રાદ્ધવિધિ આદિ ગ્રંથોથી જાણી લેવું.
વહીવટ શુદ્ધિ માટે જેમ કાર્યવાહકોની કાળજીની જરૂર છે તેમજ તેમને સહાય કરવામાં સમાજની કાળજીની પણ તેટલીજ જરૂર છે. સમાજ જવાબારીમાંથી મુક્ત હોઈ શકે નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com