________________
૭૮
:: પ્રકરણ ૧૪ મું ::
ફડાની જરૂરિયાત દરેક દેરાસરની ઉત્પત્તિની સાથે જ તેના નિભાવફંડની વ્યવસ્થા મજબુત સલામતી ભરેલી થવી જોઈએ, જેની હદ દેરાસરજીના હજારના ખર્ચના પ્રમાણમાં વીસ હજારના વ્યાજ પર્યત હેવી જોઈએ. વધારે દ્રવ્યની અનુકૂળતા હોય તો તે જીર્ણ ચિદ્ધારમાં વાપરી શકાય.
સંગવશાત્ જીર્ણ હાલતમાં આવી ગયેલા ચિત્યાના ઉદ્ધાર માટે એક મેટું જીર્ણોદ્ધાર કુંડ જરૂર હોવું જોઈએ કે જેથી માંગવા તાગવાની ખટપટ રહેજ નહિ અને એ ખાતું એ કામ કર્યા જ કરે.
કેટલેક સ્થળે તો એવી પરિસ્થિતિ હોય છે કે પૂજન માટે માત્ર કેશર ચંદનના અભાવેજ વાત અટકી પડે છે તે કેશર બરાસ ફંડની પણ જરૂર છે અને બીજા ઉપકરણ
જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં ત્યાં પૂરા પાડવા જોઈએ. જોઈએ તે ઉપકરણ ફંડ જુદુંજ રહે જેમાં કેશર બરાસ પણ આવી જાય.
સાધારણ ફંડ તે એવું ફંડ છે કે જે બધે કામ લાગી શકે છે તેથી તે ફંડ તે બધે જોઈએ છે અને તે ફંડને કાયમ મજબુતજ રાખવું જોઈએ. બીજ ખાતામાંથી સાધારણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com