________________
જ્યારે જ્યારે અનુકુલતા હોય ત્યારે ત્યારે જુદા જુદા તીર્થોની તીર્થયાત્રા કરવી એ આવશ્યક છે. તેથી ઘણું લાભ છે. તે તે તીર્થની યાત્રા-ભક્તિથી કર્મની નિર્જરા ઉપરાંત તે તે તીર્થ સંબંધમાં જે જે આવશ્યક કર્તવ્ય હોય તેમાં પણ યથાચિત પ્રવૃત્તિ કરી શકાય. તીર્થયાત્રાને હેતુ અતિ ઉન્નત છે જ્યારે આજની પરિસ્થિતિ ઘણે ભાગે હેતુ ભુલાઈ ગયા જેવી જણાય છે. તીર્થયાત્રામાં પણ નિવૃત્તિનું નામ નીશાન દેખાતું નથી. ધમાલ ધમાલ ને ધમાલ ત્યાં પછી તીર્થ રક્ષાદિ ત-સંબંધે વિચારો કે પ્રવૃત્તિની આશાજ ક્યાંથી ? ખાવું પીવું ને માજશેખમાં જ તીર્થયાત્રામાં વિશેષ સમય વ્યતિત કરે ઉચિત નથી. ત્યાં આપણે પ્રવૃત્તિથી નિવૃત થઈ ભકતિમાં લયલીન થવા જઈએ છીએ. ત્યાં એ જે પ્રવૃત્તિ–ધમાલ ચાલુ રહે તે પરિણામે પૂર્ણ ફળ મેળવી શકાય નહિ. તીર્થક્ષેત્રે પાપ છોડવા જઈએ છીએ એ ખાસ લક્ષ્ય રાખવું. ત્યાં જઈને પણ જે બેદરકારીથી કે ઈરાદાપૂર્વક પાપ થાય તે તે પાપ વાલેપ જેવું થાય છે. यतः-अन्यक्षेत्रे कृतं पापं तीर्थक्षेत्रे विनश्यति ।
तीर्थक्षेत्रे कृतं पापं वज्रलेपो भविष्यति ॥ અર્થ–અન્ય ક્ષેત્રમાં કરેલું પાપ, તીર્થક્ષેત્રે વિનાશ પામે છે (તીથરાધનથી નાશ પામે છે.) પણ તીર્થક્ષેત્રમાં કરેલું પાપ વજલેપ જેવું થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com