________________
પણ તેમના શાસ્ત્રો વિરૂદ્ધ બેલનાર કે લખનાર ન નીકળે અને તમારામાં એક સારો ન નીકળે. કલિકાળ સર્વ ભગવાન શ્રી હેમચંદ્રસૂરિ, શ્રી હરિભદ્રસૂરિ, શ્રી રત્નશેખરસૂરિ ઇત્યાદિ ચિરંજીવ મહર્ષિઓ માટે મનગમતું લખનારા બીજ બન્યા દેખાય છે. દીગમ્બર તીર્થોને માટે અનેક પ્રયત્ન દ્વારા અંકુશ મેળવવા નિરંતર કટિબદ્ધ રહે છે અને તમે રક્ષણ કરવા પણ કાયર બને છે અને કહે છે કે હવે એ પૂજા કરે તે શું અને આપણે કરીયે તોયે શું? એમનામાં એક વિરૂદ્ધ નહિ, તમારામાં એકે અનુકુળ નહિ. દેવ, ગુરૂ અને ધર્મમાં મરજી મુજબ ફેરફાર કરવા એ દેશકાળને અર્થ નથી. અપવાદને નિયમ પણ લાગુ પડે નહિ. અપવાદ છે પણ અપવાદ પણ શા માટે હોય છે? જે ઉત્સર્ગને પુષ્ટિ કરે. શેઠને મુનિમ હાય, લાખેને વહીવટ કરતા હાય, શેઠની સહીની પણ જરૂરત ન હોય પણ એ બધું કયાં સુધી ? જ્યાં સુધી મુનિમના વહીવટ અને છુટેથી પેઢીના અંગનું કાર્ય થતું હોય ત્યાં સુધી જ. મુનિમ પોતાના ઘરને માટે પાંચ રૂપીયાનીજ ચીજ લાવીને પેઢીના પડે ખર્ચ ખાતે ઉધારે છે તે મુનીમ શેઠની છુટને લાભ લઈ શકતું નથી. ત્યારે સમજે કે જે છૂટ હતી તે પણ પેઢીના લાભ માટે, વ્યક્તિના સ્વાર્થ માટે નહિ જ. એવી જ રીતે
અપવાદ, ઉત્સર્ગ કંઈ અને અપવાદ કંઈ એ ન ચાલેવિગેરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com