________________
શ્રી સુધર્મા સ્વામિ વિરચિત શ્રી જ્ઞાતા સૂત્રમાં સતિ દ્વિપદીએ કરેલી જિનપૂજાનું વિસ્તૃત વર્ણન છે. આ દ્રપદીજી (પાંડવ પત્નિ) શ્રી શ્રેણિક રાજાથી ચોર્યાશી હજાર વર્ષ પૂર્વે શ્રી નેમિનાથ ભગવાનના સમયમાં થયેલ છે. અને દેવી દમયંતી તે દેવી દ્રપદીથી પણ ઘણા સમય પહેલાં થયેલ છે.
વગુર નામના શ્રાવકે શ્રી મલ્લીનાથ સ્વામીનું મંદિર બંધાવ્યાની વાત શ્રી આવશ્યક સૂત્રમાં આવે છે.
આ અવસર્પિણમાં આ ભરતક્ષેત્રના પ્રથમ તીર્થકર યુગલ ધર્મ નિવારક શ્રી નારાય (શ્રી નાભિ રાજાના પુત્ર શ્રી આદિનાથ યાને શ્રી નરભદેવ ભગવાન) સ્વામીના પ્રથમ પુત્ર–આ અવસર્પિણીમાં આ ભરતક્ષેત્રના પ્રથમ ચકવર્સિ (ધર્મચકી પિતાના પુત્ર જેમણે આરીસા સામે ભાવના ભાવતાં કેવળજ્ઞાન મેળવ્યું હતું. વંદન) ભરત મહારાજાએ અષ્ટાપદ તીર્થ પર શ્રી જિનમંદિર કરાવ્યું, ને તેમાં ચોવીસે તીર્થ પતિઓના શરીર પ્રમાણ મૂર્તિઓ પધરાવી જેની યાત્રા છેલ્લે લબ્ધિબળે ત્રિશલાનંદન ભગવાન મહાવીર સ્વામીના પ્રથમ ગણધદેવ શ્રી ગૌતમસ્વામિ (જેમના દીક્ષિત દરેકે દરેક સાધુને કેવળજ્ઞાન થયેલ છે) એ કર્યાનું વૃત્તાંત સુપ્રસિદ્ધ છે. શ્રી સંખેશ્વરજી તીર્થની-શ્રી સંખેશ્નારજી પાર્શ્વનાથની પ્રતિમાના ઈતિહાસ તરફ અવલેન કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com