________________
આપ્યાં, પરંતુ પ્રત્યેક દેરાસર કયા કયા પુરામાં આવ્યું તે, પુરામાં કેટલાં મહેટાં દેરાસરે અને કેટલાં ઘર દેરાસર છે તે, અને પ્રત્યેક દેરાસરની પાષાણ અને ધાતુની મૂર્તિની, પંચતીથી, પટ, પાટલી અને સિદ્ધચક વિગેરેની પણ સંખ્યા બતાવેલી છે. કવિએ પ્રત્યેક ઢાળની અંતે બબે દહા આપી એક એક ઢાળમાં વર્ણવેલ મંદિરો, ઘર દેરાસર અને જિનબિંબની સંખ્યા આપી છે. એવી રીતે ત્રણ ઢાળમાં કવિએ સૂરતમાં–સૂરત અને પરાંનાં મંદિરનું વર્ણન કર્યું છે. છેવટે ત્રીજી ઢાળની અંતમાં કવિ મંદિરે, અને બિંબની કુલ સંખ્યા આ પ્રમાણે આપે છે –
“સુરતમાંહે ત્રણ ભૂયરાં દેહરાં દશ શ્રીકાર; દયય પણુતાસ છે દેહરાસર મહાર. ૧ સરવાલે સરવે થઈ બિંબ સંધ્યા કહું તે; તીન હજાર નવસે અધિક બેહતર પ્રણમું તેહ. ૨
(પૃ ૬૭) એટલે કે–૧૦ મોટાં દેરાં, ૨૩૫ ઘરદેરાસરે અને ૩૯૭૨ જિન બિંબ સુરતમાં હતાં.
ચાથી ઢાળની પાંચમી કડીથી કવિએ જિનબિંબ વિગેરેની સંખ્યા જેમ બહુ સ્પષ્ટ રીતે આપી છે, તેવી રીતે તીર્થમાળાની અંતમાં ગદ્યમાં પણ સંખ્યા બતાવી છે.
તે આ પ્રમાણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com