________________
મૂળનાયક—શ્રી આદીશ્વરજી ભગવાન. વહીવટદાર–શેઠ નાનચંદ કીકાભાઈ બંધાવનાર–શ્રી સંધ મંદીર બંધાયાની સાલ–સંવત ૧૯૬૦ ભગવાનને ગાદીનશીન કરનાર–મગનભાઈ રાયચંદ સ્થિતિ સારી. પ્રતિષ્ઠા કરાવનાર મુનિમહરાજ શ્રી સિદ્ધિવિજયજી મહારાજ
આ દેરાસર લાડવા શ્રીમાળીના દેરાસર તરીકે ઓળખાય છે. ૪૮. શ્રી આદીશ્વર ભગવાનનું મોટું દેરાસર. (કતાર ગામ.)
નામ- શ્રી આદીશ્વરજી ભગવાનનું મેટું દેરાસર
સ્થળ-કતારગામ. મૂળનાયક–શ્રી આદીશ્વરજી ભગવાન
આ દેરાસરજીને વહીવટ કરનાર શેઠ દલીચંદ વીરચંદ છે. આ દેરાસરજી અતિ પ્રાચીન છે. એને જીર્ણોદ્ધાર સંવત ૧૯૫૫માં શ્રીમદ્ મોહનલાલજી મહરાજના સદુપદેશથી થયો. આ દેરાસરમાં પ્રભુજીને ગાદીનશીન શેઠ નગીનચંદ કપુરચંદે કર્યો છે. આ દેરાસરજીની પ્રતિષ્ઠા શ્રીમદ્ મેહનલાલજી મહારાજે કરાવી છે.
જીર્ણોદ્ધારની પ્રતિષ્ઠા સંવત ૧૯૫૫ના વૈશાખ સુદ ૧૩ના રોજ થઈ છે. આ દેરાસરજીને બંધાવનાર શ્રી સંધ છે. આ જીર્ણોદ્ધાર શ્રી, સંધના ખરચે તે વખતના વહીવટદાર શેઠ લખમાજી જીવણજીએ કરાવ્યો હતો. આ દેરાસરજીની સામે બીજુ દેરાસર છે જેમાં મૂળનાયક શ્રી પુંડરીક સ્વામી છે. દેરાસરજીના પાછળના ભાગમાં શ્રી આદીશ્વર ભગવાનનાં પગલાં અને રાયણવૃક્ષ છે. દેરાસરની સ્થિતિ સારી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com