________________
૪૧
આ દેરાસરજી અતિ પ્રાચીન–પુરાણું હતું. એને જીર્ણોદ્ધાર હમણુંજ થયેલ છે. બાંધણું ઘણું જ સારી છે અને એ દેરાસર અવશ્ય દર્શન કરવા લાયક છે અને સુરતના જૈને માટે એ નજીકનું તીર્થ સ્થાન છે. પાલીતાણાની માફક પુંડરીક સ્વામીનું મંદીર તથા રાયણ નીચે આદીશ્વર પ્રભુનાં પગલાં છે.
આ સ્થળ જાત્રાના ધામ સમાન હોવાથી દર વર્ષે બે વખત ત્યાં યાત્રા ભરાય છે. એક કારતકી પૂર્ણમાએ અને બીજી ચિત્રી પુર્ણમાએ યાત્રા ભરાય છે. કારતકી પુર્ણમાએ શેઠ નગીનચંદ કપુરચંદ તરફથી લાડુ તથા ગાંઠીઓનું ભાથું વહેચાય છે તથા દાબેલવાળા શા. ગાંડાભાઈ મેતી તરફથી સાકરનું પાણી અપાય છે. ચૈત્રી પૂર્ણમાએ શેઠ દલીચંદ વીરચંદ તરફથી લાડુ ગાંડીઆનું ભાથું વહેંચાય છે તથા શેઠ નવલાજી તરફથી સાકરનું પાણી અપાય છે. દર વર્ષે વૈશાખ સુદ તેરસની સાલગીરીના રોજ શેઠ રૂપચંદ લલ્લુભાઈ તરફથી સંધ જમણું થાય છે. આ દેરાસરજીની સાથે ધર્મશાળા પણ છે, જ્યાંથી ગાદલાં ગોદડાં વાસણ વિગેરે મળે છે. આને વહીવટ પણ શેઠ દલીચંદ વીરચંદ કરે છે.
મૂળ લેખ. શ્રી પાર્શ્વનાથાય નમ: જીર્ણોદ્ધાર પ્રશસ્તિ. સુરત વતન વાસી શ્રેષ્ઠીવર ભુષણ ભિધ પૂર્વ કતાર ગામેડસ્મિન નિર્માય પદાદય જિન ચૈત્ય તારાચંદ્ર શ્રેષ્ઠી થે વત્સ ખં રૂચીર કાન્તિ શ્રી પુંડરીક ચૈત્ય વ્યસરચસ્વાત્મ સુદ્ધાર્થ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com