________________
પર
પ્રિય વાચકવૃંદ! સુરતવાસીઓએ માત્ર સુરતમાંજ ધનને સવ્યય કર્યો છે એમ નથી પણ સુરત બહાર પણ એમનાં મરણ ઝળહળી રહ્યાં છે. સુરત બહાર જૈન જૈનેતર માટે એમને દાનપ્રવાહ ઘણે છે પણ અત્રે તે માત્ર શ્રી જિનાલયપૂરતી વાત છે તેથી તેને અંગેજ વાત છે.
- શ્રી શત્રુંજય તીર્થ પર સુરતવાળા શેઠ સેમચંદ કલ્યાણચંદે સમવસરણની રચનાવાળું શ્રી વીરપ્રભુનું દેરું બંધાવ્યું. વીર સંવત ૨૨૫૮ વિક્રમ સંવત ૧૭૮૮ (જુઓ જૈન ધર્મને પ્રાચીન ઇતિહાસ ભાગ ૧ પાનું ૩૭.)
શ્રી શત્રુંજય પર સુરતવાળાએ શ્રી આદિનાથજી ભગવાનની પાદુકાજી સ્થાપના કરી. વીર સંવત ૨૨૬૨ વિક્રમ સંવત ૧૭૯૨ (જુઓ જૈન ધર્મને પ્રાચીન ઈતિહાસ, ભાગ ૨ જે, પાનું ૧૫૬.)
(એજ ઈતિહાસના પાને ૧૫૭માં જુઓકે...)
શ્રી સુરતવાળા શેઠ ઈચ્છાભાઈએ શત્રુંજય પર ઈચ્છાકુંડ બંધાએ. વીર સંવત ૨૨૩૧. વિક્રમ સંવત ૧૮૬૧.
શ્રી મોતીશાહ શેઠે શ્રી શત્રુંજય પર કુંતાસરને ખાડે પુરી તે પર વિશાળ ટુંક બાંધી તથા અંજનશલાકા કરાવી. વીર સંવત ૨૩૬૩ વિક્રમ સંવત ૧૮૮૩ (જુઓ પાનું ૫૭.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com