________________
(૨૯ ચિંતામણિ પાર્શ્વનાથની મૂર્તિ કુવામાં છે ત્યાંથી મૂર્તિને બહાર કાઢી એક દેરાસર બંધાવી તેમાં પધરાવે. આ શ્રાવકે પોતાનાં સ્વપ્નની વાત તે વખતે સુરતમાં જે યતિજી હતા તેમને કરી, અને સાથે જણાવ્યું કે મારી પાસે કાંઈ મૂડી નથી. માત્ર એક રૂપીય અને એક કેડી . યતિજીએ ગમે તે બળે પણ શ્રાવકને કહ્યું કે આ કેથળીમાંથી તને જોઈએ તેટલા રૂપિયા મળશે, તું દેરાસર બંધાવ પણ એક શરત કે આ કોથળી કદી ઠાલવીસ નહિં. પછી કુવામાં તપાસ કરતાં મૂતિ મળી આવી અને આ દેરાસર બંધાવ્યું. આજે એ કે આજ દેરાસરમાં મૌજુદ છે. પેલી કોથળી અને કેડી પણ મૌજુદ છે. એ પ્રાચીન દેરાસર સંબંધી પણ ઉલ્લેખ મળી આવે છે.” –ગુજરાત સર્વ સંગ્રહના કર્તા પાને ૫૩૧ મે જણાવે છે કે મેરઝા સામેની કબર ૧૫૪૦ માં ખુદાવીંદખાને બંધાવી છે. કબર પાસેની લાકડાની મસજીદ છે તે શાહપુર મહેલામાં જૈનનું દેવલ હતું તે તેડીને તેમાંના સામાને બંધાવી.'
આ ઉપરથી સમજાય છે કે આ ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુનું દેરાસર પન્નરમાં સૈકામાં હોવું જોઈએ, તે સાથે જેનેની કેટકેટલી
સ્મૃદ્ધિ, ઈતિહાસ અને સંસ્કૃતિ કાળનો ભોગ થઈ પડી છે તે સ્પષ્ટ સમજાશે. ૩ર. શ્રી ચંદ્રપ્રભુજીનું દેરાસર.
નામ–શ્રી ચંદ્રપ્રભુજીનું દેરાસર. સ્થળ સયદપુરા. મૂળનાયક-શ્રી ચંદ્રપ્રભુજી.
વહીવટદર–શેઠ ચુનીલાલ સુરચંદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com