________________
૧૨, શ્રી વાસુપૂજ્ય સ્વામિનું દેરાસર,
નામ શ્રી વાસુપૂજ્ય સ્વામીનું દેરાસર.
સ્થલ-ગોપીપુરા–ૌટી પિળ. મૂળનાયક—શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાન. વહીવટદાર–ટ્રસ્ટીઓનું મંડળ.
બીજા માળના ભોંયરામાં દેરાસર છે તેમાં મૂળનાયક શ્રી શાંતિનાથ છે. ઉપરના માળે ચૌમુખજી છે. વચમાં શ્રી પાર્શ્વનાથ છે. બીજી બાજુ સમેસરણની રચના છે.
પહેલા માળના ભોંયરામાંના લેખ ઉપરથી વંચાય છે કે તે શાકરચંદ લાલભાઈ તરફથી કરાવવામાં આવ્યું છે તથા એ દેરાસરજી શ્રી રત્નસાગરજીના ઉપદેશથી થયું છે. એની પ્રતિષ્ઠા શ્રી સિદ્ધિવિજયજી એ કરાવી છે.
આ દેરાસરજીમાં મૂર્તિઓ ઘણું પ્રમાણમાં છે. મૂર્તિઓ માપમાં પણ ઘણી મોટી છે. ભોંયરા એક નીચે એક એમ બે માળ નીચે અને એક ઉપર મળી ચાર માળમાં દેરાસર છે. સુરતના સ્મૃદ્ધિમાન દેરાસરમાં આ દેરાસર પ્રથમ પંક્તિનું છે. મૂલનાયકનું બિંબ અદ્દ ભુત અને ચમત્કારી છે જેથી એનાં ભકતો ઘણું છે. વાસુપૂજ્ય મહારાજને, નિપજાવું પ્રાસાદે રે, મુહ માગ્યા ધન ખરચીને, ભૂમિકા સુધ આહલાદરે. ૫. ધનધનરંગમંડપ રળીયામણો, કારણું મટી ઉદારરે, ગભારે તે જળહળે, ગર્ભવાસ નિવારરે.
૬ ધનધનદ્રવ્ય ખરચ્યું મોટે મને, જિનમંદિર શુભ કાજ રે, દેવવિમાન સમે દેખી, હરખ્યા સંઘ સમાજ. ૭ ધનધન,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com