________________
sssssssssssssssssssss*
બંને ગ્રંથનું કામ ગુરુકૃપાથી ચાલતું રહ્યું. બૃહત્ ક્ષેત્ર સમાસનું તૈયાર થયેલ લખાણું દીવાળી બાદ પૂજ્યપાદ ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય જંબુસૂરીશ્વરજી મહારાજ સાહેબે તપાસવાની શરૂઆત કરીને થોડા પેજનું લખાણ તપાસ્યું તે દરમ્યાન બીજુ કામ આવી પડતા અને ઘાટકોપર એક બાલિકાની દીક્ષા પ્રસંગે પૂજ્યપાદ ગચ્છાધિપતિ શાસનપ્રભાવક આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ સાથે વડાલા થઈ ઘાટકોપર પધાર્યા.
સ્વ. સિદ્ધાંતમહોદધિ પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબના પટ્ટધર શિષ્યરત્ન બને ગુરુભ્રાતાની નિશ્રામાં આ છેલ્લે જ દીક્ષા મહોત્સવ ઉજવવાને હશે, એમ લાગે છે, કેમકે ઘાટકે પરથી પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય જંબુસૂરીશ્વરજી મહારાજ સાહેબની તબીયત અસ્વસ્થ થતાં શાયન થઈ પાછા ભાયખલા પધાર્યા. પછી તબીયત વધારે નરમ થઈ જતાં નામાંકિત ડોકટરો અને શ્રી સંઘ વગેરેના સતત દ્રવ્ય-ભાવ ઉપચાર ચાલુ હોવા છતાં બે દિવસની માંદગીમાંજ સંવત ૨૦૩૨ ના માગસર સુદ પ્રથમ ૮ ના ભાયખલા જૈન ઉપાશ્રયમાં તેઓશ્રી સમાધિ પૂર્વક કાલધર્મ પામતાં ચારે તરફ શેકનું વાતાવરણ ફેલાયું. આથી આ ગ્રંથનું લખાણ તેઓશ્રીથી જોઈ શકાયું નહિ તે વખતે નવપદજીની બહેતર પૂજામાંથી ૨૮ પૂજાની રચના થઈ હતી.
સંવત ૨૦૩૨નું ચાતુર્માસ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્વિજય વર્ધમાનસૂરીશ્વરજી મહારાજ સાહેબ, પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્વિજય રૈવતસૂરીશ્વરજી મહારાજ સાહેબ સાથે અંધેરી-મુંબઈમાં ચોમાસુ થતાં, સ્વર્ગસ્થ પૂજ્યપાદ ગુરુદેવના શુભ આશીર્વાદથી અને પૂજ્ય આચાર્યદેવે તથા મુનિવર શ્રી દેવભદ્રવિજયજી, મુનિવરશ્રી સિદ્ધાચલ વિજયજી મુનિવર શ્રી ભુવનકીર્તિવિજયજી અ દિના સહકારના ગે લખાણનું કામ ચાલુ રહ્યું તથા બહોતેર પ્રકારી મત પૂજાની રચના પૂર્ણ થઈ અને અંધેરીસંઘ તરફથી પુસ્તક છપાઈને તૈયાર થતાં સૌ પ્રથમવાર અંધેરીમાં જ શ્રી ચંદ્રપ્રભસ્વામી જિનાલયમાં નવે દિવસ ઠાઠ માઠથી નૂતન પૂજા ભણાવાઈ હતી.
બૃહત્ ક્ષેત્ર સમાસ ગ્રંથનું લખાણ ચાલુ હતું. તે તયાર થયેલું લખાણ તપાસી જવા માટે વિદ્વશિરેમ, ન્યાયશાસ્ત્ર વિશારદ તપે નિધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુ સૂરીશ્વરજી મહારાજ સાહેબને વિનંતી કરતાં તેઓશ્રીએ પંન્યાસજી શ્રી ષવિજયજી ગણિ ઉપર લખાણ મોકલી આપવાનું જણાવ્યું અને તેમને પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org