________________
2sssssssssssssssssssx
પાંચમે અધિકાર પૂર્ણ થયા પછી છેલ્લી ગાથામાં “હાળે છે પણgoળા હૂંતિ રૂથ સચૅમિ” વચનથી આ ગ્રંથમાં ઉપર મુજબ ૬૫૫ ગાથા પ્રમાણ છે. જ્યારે ટીકાકારે “હાળે છે તથા સત્તતા હાંતિ પરિપુળા” આ પાઠાંતરને અનુસારે ૬૩૭ ગાથા પુરેપુરી છે. આ પ્રમાણે અર્થ કરેલ છે. તેનું કારણ પ્રક્ષેપ ગાથા ન ગણું હોય અથવા બીજું કઈ કારણ હોય તે તે તેઓ જ જાણે.
ટીકાના અનુસારે ભૂલ ગાથામાં પાઠ રાખેલ છે. કઈ ૧૮ ગાથા પ્રક્ષેપ રહેલી છે તે માટે શેઠ લાલભાઈ દલપતભાઈ ભારતીય પ્રાચ્ય વિદ્યામંદિરમાંની હસ્તલિખિત પ્રત મેળવતાં નીચે મુજબની ૧૮ ગાથાઓ નથી. પ્રથમ અધિકારમાં ગાથા ૪૧ ૪૨-૫૩૫૪-૫૫-૫૬-૧૦૨-૧૫૧-૧૫ર-૧૬૩-૨૫૦-૨૯૯, બીજા અધિકારમાં ગાથા ૪૩, ત્રીજા અધિકારમાં ગાથા ૧૬-૩૧-૫૮, ચેથા અધિકારમાં ગાથા ૫ અને પાંચમા અધિકારમાં ગાથા ૬. ગ્રંથમાં અધિકારની ગોથા ગણતા છેલલા અધિકારમાં ૭૬ ગાથા થાય છે. તે હિસાબે કુલ ૬૫૬ ગાથા થાય છે.
ગ્રંથકાર શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ યુગપ્રધાનની ગણનામાં ૩૦મા યુગપ્રધાન કહેવાય છે. તેઓશ્રીનો જન્મ વીર સંવત ૧૦૧૧, વિક્રમ સંવત ૧૪૧માં થયે હતો. વિ. સં. ૧૫૫માં માત્ર ૧૪ વર્ષની ઉંમરે બાલ્યવયમાં ચારિત્ર અંગીકાર કર્યું હતું. ૪૪માં વર્ષે યુગપ્રધાન પદથી વિભૂષિત થયા હતા. કુલ ૧૦૪ વર્ષનું આયુષ્ય અને ૯૦ વર્ષને ચારિત્ર પર્યાય પાળીને સ્વર્ગવાસ પામ્યા હતા.
શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ વિકમના છઠ્ઠા સાતમા સૈકામાં થયા હતા. તેઓશ્રીએ જીવાભિગમ, પન્નવણ, જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ, સૂર્ય પ્રજ્ઞપ્તિ આદિ આગમ ગ્રંથરૂપ સમુદ્રનું મંથન કરીને બાળજીવોને ઉપકારક અમૃતસમાન બૃહત્ ક્ષેત્રસમાસ, બૃહતું સંગ્રહણી જેવા મહત્ત્વપૂર્ણ ગ્રંથની રચના કરી છે. ઉપરાંત તરિક વિષયોથી ભરપૂર વિશેષાવશ્યક ભાષ્ય મહાન ગ્રંથની ૪૫૦૦ ગાથા સુધી (અપૂર્ણ) રચના તથા જિતક૯૫ સભાખ્ય, વિશેષણવતી, નિશિથભાષ્ય, ધ્યાનશતક વગેરે ગ્રંથની અદ્દભૂત રચના કરેલી છે.
આ બૃહત ક્ષેત્ર સમાસ ગ્રંથમાં અઢીદ્વીપમાં રહેલા પર્વત, ક્ષેત્રે, નદીઓ, દ્રહ, કુડો વગેરેની લંબાઈ, પહોળાઈ, ઉંચાઇ, ઉંડાઈ વગેરેનું ઘણા વિસ્તારથી વર્ણન કરવામાં આવેલું છે. તેમાં અનુક્રમે જંબુદ્વીપ, લવણસમુદ્ર, ધાતકીખંડ, કાલોદધિસમુદ્ર અને પુષ્કરદ્વીપમાં રહેલા ભરતઆદિ મહાક્ષેત્રે, હિમવંતઆદિ વર્ષધર પર્વતે, દીધ વિતાવ્ય પર્વત, વૃત્ત વિતાઢય પર્વતે, ગંગા-સિંધુ આદિ મહાનદીઓ, મેરૂ પર્વત, ભદ્રફરષ
sssssssssક*
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org