________________
*ssass* પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબની પરમકૃપા, સ્વ. આગમપ્રજ્ઞ પૂજ્ય ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય જંબુસરીશ્વરજી મહારાજ સાહેબના પુણ્ય આશીર્વાદના બળે આ કઠન ગ્રંથરત્નનું વિવેચન કરી શક્યો છું.
પ્રાતે ચતુવિધ શ્રી સંઘ-સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા આદિ સૌ કઈ જિજ્ઞાસુ આ ગ્રંથ રત્નનું પઠન, પાઠન કરી સર્વજ્ઞપ્રણેત પદાર્થો ક્ષેત્ર સમાસ આદિના સ્વરૂપનું દઢશ્રદ્ધાવંત છદ્મસ્થ સત્ય માની શકે, અથવા સર્વજ્ઞ પિતે સાક્ષાત્ જાણ દેખી શકે. પરંતુ સર્વજ્ઞપણની શ્રદ્ધા વિનાનાઓ માટે તે બહુ વિષમ છે. કેમકે “અમુક માઈલની વિસ્તારવાળી આ પૃથ્વી છે. એવા નિર્ણયવાળાને અને હિમાલયથી મોટા પર્વતે, આટલાંટિક, પાસિફિક સમુદ્રથી મોટા સમુદ્રો જોયા ન હોય કે સાંભળ્યા ન હોય તેવાઓને સેંકડે અને હજારો યેાજનના પર્વતે, લાખે, કરડે, અને અસંખ્ય
જનના વિસ્તારવાળા દ્વીપ અને સમુદ્રો, અસંખ્ય ચંદ્રો, અસંખ્ય સૂર્યો વગેરે, શી રીતે માને ? એમના મનમાં તે એમ જ થાય કે “આટલા મોટા પર્વત, આટલા બધા વિસ્તારવાળા હીપ-સમુદ્ર હોઈ જ ન શકે. માટે શ્રદ્ધગમ્ય આ પદાર્થોનું જ્ઞાન મેળવી મહાકર્મ નિર્જરા સાધી પરંપરાએ સિદ્ધિગતિને પ્રાપ્ત કરનારા બને. એ જ શુભેચ્છા.
વિવેચન લખવામાં શ્રી જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો તે ત્રિવિધ મિચ્છામિ દુક્કડં. સુજ્ઞજનેને ભૂલ સુધારવા વિનંતી છે.
સંવત ૨૦૩૪, આસો સુદ ૧૦, બુધવાર, તા. ૧૧-૧૦-૭૮. જૈન ઉપાશ્રય, નવરંગપુરા, અમદાવાદ,
સ્વ. આગમદિવાકર પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય જંબુસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય
પંન્યાસ નિત્યાનંદવિજય
૨e.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org