________________
ધ્યાનમાં સ્થિરતા ના રહે. દાદાશ્રી કહે છે કે અમારું ચિત્ત કેવું હશે કે કોઈ સમય સ્થાનમાંથી ખસ્યું જ નથી !!! તેથી જ સ્તો દાદાની આંખોમાં સદાય વીતરાગમય પ્રેમ ને કરુણા જ દેખાય !
ચિત્તવૃત્તિઓ જ્યાં જ્યાં ભટકે ત્યાં આત્માને ભટકવું પડે ! ચિત્તવૃત્તિઓ આવતા ભવને માટે જવા આવવાનો નકશો દોરે છે. ચિત્ત એ મિશ્રચેતન છે. માટે ભટકાવનારું છે, જ્યાં જ્યાં ચોંટે ત્યાં, ત્યાં ! હવે
જ્યાં જાય ત્યાં તુર્ત જ પ્રતિક્રમણથી ધોઈ નાખે તો તે વિષય દોષ થયેલો ગણાતો નથી.
ચિત્તને ડગાવે તે બધાં જ વિષય. આત્માની બહાર ચિત્તને જકડી રાખે તે બધાં જ વિષય. વિચારની નહીં પણ ચિત્તની ભાંજગડ મોટી છે ! મનમાં વિષયના વિચારો ગમે તેટલા આવે, તેને ખસેડ ખસેડ કરો. તેની જોડે વાતોચીતો કરો, તે વાંધો નહીં આવે. પણ ચિત્ત બહાર જવું જ ના જોઈએ. પૂર્વે જે પર્યાયોનું વદન ખૂબ કર્યું હોય ત્યાં ચિત્ત અત્યારે વધારે જાય. ત્યાં ચોંટી રહે, એને અટકણ કહ્યું. એને જુદુ રાખીને કહેવું, ‘તું શેય ને હું જ્ઞાતા’ એનાથી તરત મુક્ત થઈ જશે. આ ચિત્ત ફેકચર થવાથી વિષયમાં લપટાયો છે જેનું ફળ જાનવરગતિ !
૯. ફાઈલો સામે કડકાઈ ! સ્ત્રી જો મોહની જાળ નાખે તો એનાથી કેવી રીતે બચવું ? જ્યાં ફસામણ હોય તો ત્યાં આપણે દ્રષ્ટિ જ માંડવી નહીં. તેમ જ આંખે આંખ ના મિલાવવી. ભેગા જ ના થવું. કેટલીક વાર એવા સંજોગોમાં મૂકાઈ જવાય કે આપણી ઓળખાણવાળા કે સગાં-સબંધીની જ ખરાબ દ્રષ્ટિ હોય તો ત્યાં શું કરવું ? જાણે કંઈ આપણને એના ભાવોની કંઈ ખબર જ નથી, ‘નો રીસ્પોન્સ’ એમ રાખવું ને નીચું જોઈને બને તેટલું તેને ટાળવું ! ખેંચાણમાં તણાવું નહીં. આંખ ખેંચાય ત્યાંથી આઘા રહેવું. નિકાચિત વિકારી માલવાળો, સત્સંગમાં ય લપસે તે ભયંકર ખોટ ખાય. એણે જ્ઞાનીને પૂછીને ચોખ્ખું કરી લેવું.
‘ફાઈલ” ખુલી એનું નામ કહેવાય કે થોડી જ વારમાં ખેંચાઈ
જવાય. ભૂતની પેઠ વળગી જાય ! ‘ફાઈલ’ સામી આવે કે મહીં કૂદાકૂદ કરી મૂકે ! ઉપર જાય, નીચે જાય, ...... મહીં ચંચળતા ઊભી થઈ જાય ! અકારણ મુખ પર લાલી આવી જાય, હસું હસું થઈ જાય ને એની દ્રષ્ટિ ‘ક્યાં ફરે છે તે ખોળવામાં જ પોતાની દ્રષ્ટિ ખોવાઈ જાય ! અને ‘ફાઈલ’ ગેરહાજર હોય ને યાદ આવે છે તો બહુ ભારે જોખમ, હાજરીમાં અસર કરે તેના કરતાં ! ત્યારે તો આપણી લગામ જ ના રહે. મન ચંચળ થઈ જાય ને દુઃખ થાય.
કૃપાળુદેવે ‘લાકડાની પુતળી છે એમ ગણજે', કહ્યું છે. સંડાસ કરતી સ્ત્રીને જુએ તો ત્યાં ચિત્ત ફરી જાય ? એવું ગોઠવી દેવું. અગર તો ‘ોય મારું, જોય મારું” કરે તો ય જતું રહે.
અગ્નિ અને ‘ફાઈલ' બેઉ સરખાં. દઝાડી ને મારી નાખે. અડતા જ દઝાડે. ‘ફાઈલ’ આગળ આપણે કડક આંખથી જ રહેવું. એને ખરાબ લાગે અપમાન થાય એવું વર્તવું. ત્યાં બહુ ભયંકર જોખમ રહ્યું.
ફાઈલ ઉપર તિરસ્કાર આવે તો ય તેનો વાંધો નહીં. તેનો ઉપાય છે. પણ તિરસ્કાર ના આવે તો સમજી જવું કે હજી અંદર પોલ છે, દાનતચોર છે ! જે ‘ફાઈલ” જોડે બહુ ચીકણું થઈ ગયું હોય ત્યાં ન્હોય મારી, ન્હોય મારી’ કરીને ઘણા ઘણા પ્રતિક્રમણ કરવા. રૂબરૂમાં મળે તો અપમાન કરી દેવું. એટલે એ ફરી ફરકે નહીં.
અને આપણે કોઈના માટે ‘ફાઈલ” થઈ પડ્યા હોય તો તો બહુ સહેલું છે ત્યાંથી છૂટવાનું. જરા અપમાન કરીએ કે ગાંડું બોલીએ તો એ છોડી દે આપણને. ત્યાં આપણે સમભાવે નિકાલ કરવું કહીને દુ:ખ ના થાય એવું વર્તવા જાઓ તો વધારે વિષયમાં બગડે બેઉનું. ત્યાં સમભાવે નિકાલ એટલે એને અપમાન કરીને તોડી નાખીએ તે ! આપણું મોળું હશે
ત્યાં સુધી એ ચીતર ચીતર કરશે. માટે સામેનાનું ચિતરામણ મૂળથી જ બંધ થઈ જાય તેના માટે આપણે જ કડક થઈ આપણા માટે અભાવ એને થઈ જાય, એવું વર્તન ને વાણી ગોઠવી દેવા, અથવા મિત્રો જોડે કહેવડાવવું કે તારા જેવી બીજી બે ત્રણને પ્રોમીસ કરેલું છે. આપણને કોઈના માટે વિષયના વિચાર વારંવાર આવ આવ કરે એટલે પછી સામેનાને પણ એની
29
30