________________
સામાયિકનું ખૂબ જ મહત્વ પૂજ્યશ્રીએ આપ્યું છે. અહીં તો આત્મસ્વરૂપ થઈને દોષોને જોયા કરવાનું. તેનાથી દોષો ઓગળે એ એક ફાયદો ને બીજું પોતે જ્ઞાતા-દ્રષ્ટા પદમાં રહ્યો એટલે આત્મામાં રહેવાનું ફળ મળે ! આનંદ આનંદ થઈ જાય ! સામાયિકમાં તમામ પ્રકારના દોષોને મુકીને તેનાથી મુક્ત થઈ શકાય છે ! એ સિવાય આટલી બધી ગાંઠો ઓગળી શકે એમ નથી. અક્રમની આ સામાયિક સહેલી, સરળ અને રોકડું ફળ આપનારી છે ! સમુહમાં કરેલી સામાયિક ખૂબ જ પ્રભાવશાળી હોય છે ! પૂજ્ય દાદાશ્રી સામાયિક કરવા ખૂબ ભાર મૂકતા.
વિષય જોઈતા ના હોય, પણ વિષયો કંઈ છોડે ? ખાડામાં કોને પડવું હોય ? છતાં ખાડો સામો આવે તો તે કંઈ છોડે ? ખાડાથી બચવા શું કરવું ? દરરોજ એક કલાક દાદા પાસે માંગણી કરવી કે, “હે દાદા, મને બ્રહ્મચર્યની શક્તિ આપો.' એટલે શક્તિ મળી જાય ને સાથે સાથે પ્રતિક્રમણે ય થઈ જાય. પછી એની ચિંતા કે ભાર મગજ ઉપર નહીં રાખવાનો. ખાડામાં પડ્યો કે તરત સામાયિક કરી ધોઈ નાખવાનું.
જ્ઞાનીઓ ખાડામાં પડી જવાય તેનો વાંધો નથી લેતા, પણ તેનો ઉપાય કરજે. સામાયિક એ જ એકમેવ ઉપાય છે !
૮. સ્પર્શ સુખની ભ્રામક માન્યતા ! સ્ત્રીના અંગોને જોવાનાં સુખ છે, એ માન્યતા સાવ ખોટી છે ! નર્યો ગંદવાડો જ છે ! પણ આ તો રોંગ બિલિફવાળું મન છે તે એ તરફ ખેંચી જાય છે. પણ આજનું જ્ઞાન અટકાવે છે એમાંથી ! સો વખત રોંગ બિલીફને સાચી માની તો સો વખત એને ભાંગવી પડે. સ્ત્રીના સ્પર્શ સમયે જાગૃતિ રહેતી નથી ને સુખ ભોગવાઈ જાય અને સ્ત્રી સ્પર્શ પણ એટલો જ પોઈઝનસ હોય છે. એ એટલો બધો પોઈઝનસ હોય છે કે મન-બુદ્ધિ-ચિત્તઅહંકાર, બધાં જ ઉપર આવરણ ફરી વળે ! બેભાન કરી નાખે ! મૂછિત ! તે ઘડીએ જાનવર જ કરી નાખે ! દારૂ પીધા પછી મૂર્ણિત થાય તેમાં પણ દારૂ પીધા પછી બેભાન થતાં થતાં તો અડધો કલાક કે કલાક નીકળી જાય અને આ તો અડતાંની સાથે જ ઈલેક્ટ્રિસિટીની જેમ અસર કરી નાખે ને મહીં વિષય ચઢી જાય ! વાર જ નહીં ! દાદાશ્રી નીજ અનુભવ કહે છે,
‘નાનપણમાં જ અડતાંની સાથે મહીં ગભરામણ થઈ ગયેલી કે “અરેરે ! આ શું થઈ જાય છે ? આ તો ઈન્સાનમાંથી હેવાન થઈ જવાય છે ! આની પછી ‘નો લિમિટ” ! અમે તો અનંત અવતારના બ્રહ્મચર્યના રાગી એટલે આ ગમે નહીં, પણ ના છૂટકે થયેલું. થોડો ઘણો સંસાર ભોગવ્યો પણ અરુચિપૂર્વક, પ્રારબ્ધવશાત્ આ તે કંઈ શોભતું હશે ?!”
સ્પર્શ સુખ વખતે શું કરવું? આ રોંગ બિલીફ છે, તેવું સતત ટકોરવું અને સ્પર્શ ઝેર જેવો લાગવો જોઈએ. પણ આ તો પૂર્વભવની માન્યતા કે આમાં સુખ છે એના આધારે સુખ લાગે છે ! માટે હવે એ માન્યતાને ઉડાડવાની છે ! પછી જ્ઞાનની પરાકાષ્ટાએ સ્પર્શ સહજ લાગે.
સ્ત્રીમાં દોષ નથી આપણી માન્યતાનો દોષ છે ! વિષયમાં સુખ છે એ બિલીફ કેવી રીતે બેસી ગઈ ? લોકસંજ્ઞાથી. લોકોના કહેવાથી. માટે આ માત્ર સાયકોલોજીકલ ઈફેક્ટ છે.
દ્રષ્ટિ ખેંચાવાનું સાયન્સ શું છે ? જ્યાં પૂર્વભવનો કંઈક હિસાબ છે ત્યાં દ્રષ્ટિ ખેંચાય છે. દ્રષ્ટિ ખેંચાઈને તેમાં આકર્ષણ ને વિષયની રમણતા થઈ કે પરમાણુઓની જબરજસ્ત અસરો થવા માંડે. પછી ખેંચાણ ને આકર્ષણ વધવા માંડે. એનું પીક પોઈન્ટ આવે પછી વિકર્ષણ કુદરતી રીતે થવા જ માંડે. આકર્ષણ શરુ થયું ત્યારથી વિકર્ષણનાં કારણો સેવાવાં ચાલુ થઈ ગયાં ગણાય. આવું છે પરમાણુઓનું એટ્રેકશન (આકર્ષણ) ! પરમાણુના આકર્ષણ કામ કરે બધું. આકર્ષણ પછી સત્તા પોતાની રહી જ નહીં કશી. પછી વિકર્ષણ થાય જ. છૂટકો જ નથી. એ પરમાણુઓ પોતે જ વિકર્ષણ કરાવીને છૂટાં પાડે ! એનો અમલ ફળ આપીને !
મન અને ચિત્ત વિષયમાં ખૂબ ભાગ ભજવે છે. ચિત્ત વારેવારે ત્યાં જ રમણતા કરે. પછી એનું ગલન થયા વિના ના જ રહે. એક ફેરો વિષયને અડ્યો તે પછી રાતદા'ડો એના એ જ સ્વપ્ના આવે એટલી બધી તો પકડ આવે છે ચિત્ત ઉપર વિષયની !
વિષયના વિચારો આવે છે તે મનની ગ્રંથીમાંથી. એને અને ચિત્તને કંઈ લેવાદેવા નથી. ચિત્ત જો વિષયને સ્પર્શ્વ તો કંઈ કેટલાંય કાળ સુધી
27