Book Title: Bhramcharya Purvardha
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 14
________________ મન સમાધાન ખોળે, માટે સમાધાની વલણ અપનાવું. પૈણવામાં શું નુકસાન છે તે વારેવારે દેખાડવું. મનનો સ્વભાવ વિરોધાભાસી છે. તે બ્રહ્મચર્યનું ય સુખ એકસ્ટ્રીમ બતાડે અને વિષયનું પણ સુખ એકસ્ટ્રીમ બતાડે. એનો કંઈ નિયમ નથી. ત્યાં આપણે આપણા સિદ્ધાંત પ્રમાણે મનને વાળવું. મન પાછું જીદી પણ નથી. વાળો તેમ વળી જાય તેવું છે. મનના આધારે થયેલાં નિશ્ચયો અને જ્ઞાનના આધારે થયેલાં નિશ્ચયોમાં ફેર શું ? જ્ઞાન કરીને કરેલા નિશ્ચયો ખૂબ સુંદર હોય. મનની સામે જીતવાની તમામ ચાવીઓ હોય. પાયા બહુ મજબૂત હોય. મનનું ત્યાં ના ચાલે. બ્રહ્મચારી આપ્તપુત્રો કેવા હોવા જોઈએ ? ઉપદેશ આપી શકે કે ના પણ આપી શકે તેનો વાંધો નહીં. પણ સિદ્ધાંતને વળગી રહેવું પડે. બીજું આપ્તપુત્રોથી કોઈની જોડે કષાય ના થવા જોઈએ. બધાં જોડે અભેદતા હોવી ઘટે, સામો ભેદ પાડ પાડ કરે ત્યારે આપણે અભેદતા જ ખોળો. ૬. “પોતે' પોતાને વઢવો ! ‘આપણે આપણી જાતને સદાય પંપાળ પંપાળ કરી છે. ભયંકર ભૂલો કરે તો ય છાવર છાવર કરીએ એને ! પછી શું દશા થાય ?! કોઈ દહાડો ‘આપણે' આપણી જાતને ટૈડકાવી છે ? પ્રકૃતિના અટકણ સ્વરૂપે થયેલા વિષયદોષને કાઢવા તો કંઈ કેટલું ય એને ઠપકારવું પડે ! રડાવવું પડે ! જુદા રહીને પોતે જ પોતાની જાતને ટૈડકાવી નાખીએ તો એનું રાગે પડી જાય ને ?! “આપણે” જાત જોડે ભેગા રહીને એટલે કે એક થઈને કામ કરીએ તો આપણને પણ ભોગવવાનું આવે અને જુદા રહીને કામ લઈએ તો ભોગવવાનું ના આવે. પરમ પૂજ્ય દાદાશ્રીએ જાત જોડે જુદા પડવા માટે ખૂબ જ સુંદર વિવિધ પ્રયોગો દર્શાવ્યા છે. એમાં ય “અરીસા સામાયિક' એટલે કે અરીસામાં જોઈને જાત જોડે વાતચીત કરવાનો પ્રયોગ, પ્રકૃતિને ઠપકારવી ઈ. ઈ. ૭. પસ્તાવા સહિતનાં પ્રતિક્રમણો ! એક વખત બીજ પડ્યું તે રૂપકમાં આવે જ. પણ એ જામ થઈ જાય ત્યાં સુધી, મરતા પહેલાં ઓછું હતું કે ચોખ્ખું થઈ જાય. તેથી દાદાશ્રી વિષયદોષવાળાને રવિવારે ઉપવાસ કરીને, આખો વખત પ્રતિક્રમણ કરી દોષને ધો ધો કરવાની આજ્ઞા આપતા જેનાથી ઓછું થઈ જાય ! વિષય વિકાર સંબંધી દોષોનું સામાયિક, પ્રતિક્રમણ કેવી રીતે કરવાનું ? સામાયિકમાં બેસીને અત્યાર સુધી જે જે દોષો થયા છે તેને જોવાનાં, તેનાં પ્રતિક્રમણ કરવાનાં અને ભવિષ્યમાં ભૂલ નહીં થાય એવો નિશ્ચય કરવાનો ! સામાયિકમાં ફરી ફરી એના એ જ દોષો દેખાયા કરે તો શું કરવું? ફરી ફરી દેખાય ત્યાં સુધી પ્રતિક્રમણ કર્યે રાખવાનાં. એની ક્ષમા માંગવાની, એનો પસ્તાવો કરવાનો. આમ ખુબ કર કર કરવાથી વિષય ગાંઠ ઓગળતી જાય. જે જે ઓગાળવું હોય તે તે આ રીતે ઓગળી શકે છે ! અહીં જે સામાયિકો થાય છે તેમાં ગાંઠો ઓગળે છે. વિષયમાં સુખબુદ્ધિ કોને થાય છે? અહંકારને. ફરી ફરી એની એજ વસ્તુ આપવામાં આવે તો પાછું તેમાંથી જ દુઃખ બુદ્ધિ ઊભી થઈ જાય ! માટે એ પુદ્ગલ છે, પુરણ-ગલન છે. વિષયનું સાયન્સ શું છે? જેમ લોહચુંબક આગળ ટાંકણી આકર્ષાય તેમ મહીં વિષયના પરમાણુંઓનું આકર્ષણ સામેની વ્યક્તિના વિષયના પરમાણુઓ જોડે થાય છે. આ માત્ર પરમાણુઓનું જ આકર્ષણ છે ને પોતે તો આનાથી વેગળો શુદ્ધાત્મા જ છે એવું લક્ષમાં રહે તો કંઈ જ અડે એમ નથી. પણ એવી જાગૃતિ એકઝેક્ટલી કોને રહે ? વિષયની ગાંઠ ફૂટે ને એમાં એકાગ્રતા થઈ જાય, તેને વિષય કહ્યો. એકાગ્રતા ના થઈ તો તેને વિષય ના કહેવાય. એ ગાંઠ જેની ઓગળી ગઈ, તેને પછી ટાંકણી ને લોહચુંબકનો સંબંધ જ ના રહ્યો. વિષય સ્થૂળ સ્વભાવી છે ને આત્મા સૂક્ષ્મ સ્વભાવી છે એવી જાગૃતિ રહે નહીં ને ! એમાં તો જ્ઞાનીનું જ કામ. આ ગાંઠો એ તે આવરણ છે ! આ ગાંઠો છે ત્યાં સુધી આત્માનો સ્વાદ ચાખવા ના મળે. જેના વધારે વિચારો આવે, જ્યાં દ્રષ્ટિ વધુ ને વધુ ખેંચાય ત્યાં ગાંઠ મોટી છે. અક્રમ માર્ગમાં [26

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 217