________________
માંસ બધું દેખાય, બધો ગંદવાડો દેખાય. પછી વિષય ઊભો થાય જ નહીં ને ? છેલ્લે આત્મા દેખાય. જે રસ્તેથી દાદાશ્રી પાર નીકળી ગયા તે જ રસ્તો દેખાડે છે આ વિષય જીતવાનો !
કૃપાળુદેવે કહ્યું છે કે, “દેખત ભૂલી ટળે તો સર્વ દુઃખોનો ક્ષય થાય.’
રૂપાળી સ્ત્રીને જોઈને કોઈ પુરુષને ખરાબ ભાવ થાય તો તેમાં દોષ કોનો ? સ્ત્રીનો દોષ કહેવાય ? ના, આમાં સ્ત્રીનો દોષ જરા ય નથી. ભગવાન મહાવીરનું લાવણ્ય જોઈને ઘણી સ્ત્રીઓને મોહ ઉત્પન્ન થતો હતો. પણ ભગવાનને કશું ના અડે ! સ્ત્રીઓના ઉપયોગ ઉપર ખૂબ આધાર છે. સ્ત્રીઓએ કપડા, દાગીના કે મેક-અપ એવાં ના કરવાં જોઈએ કે જેને જોવાથી પુરુષોને મોહ ઉત્પન્ન થાય ! આપણો ભાવ ચોખ્ખો જોઈએ તો કશું બગડે એવું નથી. ભગવાનને કેશનું લોચન શા માટે કરવું પડેલું ? આ જ કારણ ! સ્ત્રીઓ એમના રૂપને જોઈને મોહી ના પડે !
પહલાંના વખતમાં માનમાં, કીર્તિમાં, પૈસામાં બધે મોહ વેરાયેલો હતો. હવે તો બધો જ મોહ વિષય માટે જ ખૂંપી જાય છે ! પછી શું કહીએ ? એકાવતારી થવું હોય તો વિયમુક્ત થવું જ પડે. પ્રતિક્રમણ શૂટ ઑન સાઈડ કરી છુટી જવાય. મહીં રુચિનું બીજ અંદર પડેલું હોય તે ધીમે ધીમે પકડાય ને તેનાથી છૂટાય. સચિની ગાંઠ મહીં અનંત અવતારથી પડેલી છે તે કુસંગ મળતાં જ ફૂટી નીકળે. માટે બ્રહ્મચારીઓનો સંગ અતિ અતિ આવશ્યક છે.
| નિશ્ચયનો સ્ટ્ર રાત દહાડો ટાઈટ કર્યા જ કરવો. એક ફેરો નિશ્ચય જો તૂટ્યો પછી ખલાસ થઈ જાય ! આપણા નિશ્ચયને તોડાવે કોણ ? આપણો જ અહંકાર. મૂછિત અહંકાર. સ્ટ્રોંગ અભિપ્રાય એક જ રહેવો જોઈએ. એમાં છૂટછાટ ના ચાલે.
નિશ્ચય સ્ટ્રોંગ રહે તે માટે આટલું સાચવી લો. એક તો કોઈની સામે દ્રષ્ટિ ના મંડાવી જોઈએ, શ્રી વિઝન તરત વપરાવું જોઈએ અને સ્ત્રીનો સ્પર્શ ના થવો જોઈએ. સ્ત્રી સ્પર્શ ઝેરીલો હોય ! અડ્યા હોય તો એ પરમાણુઓ આખી રાત ઊંઘવા ના દે ! પુણ્ય આથમે તો બ્રહ્મચર્યનું ઊડાડી દે, ત્યાં સ્ટ્રોંગ નિશ્ચય હશે તો જ તે બચાવી શકશે.
પૂર્વની ભાવના સ્ટ્રોંગ હોય તેનાં આ ભવે સ્ટ્રોંગ નિશ્ચય રહે અને ડગુમગુ થાય તેનું, પૂર્વેનું ભાવના કરી જ નથી. આ તો દેખાદેખી થયું છે. એમાં બહુ બરકત આવે નહીં. તેનાં કરતાં પૈણી જવું સારું. ડગુમગુ નિશ્ચયવાળાથી બ્રહ્મચર્ય ના પળાય. વ્રતે ય ના લેવાય. એ પછી ટકે નહીં. બ્રહ્મચર્યમાં અપવાદ ના રખાય. સ્ટીમરમાં અપવાદે કાણું રખાય ? પોલ મારતા મનને કઈ રીતે અટકાવાય ? નિશ્ચયથી. દરેક કાર્યમાં નિશ્ચય જ મુખ્ય છે. આત્મા પ્રાપ્ત થયા પછી નિશ્ચય એક થઈને અહંકારે કરીને નથી કરવાનો પણ જુદા રહીને નિશ્ચય મિશ્રચેતન પાસે કરાવડાવવાનો ! કયારેક જ સ્લિપ થવાય તો ? એક જ ફેર નદીમાં ડૂબી જવાય તો ?!
શાસ્ત્રકારોએ એક ફેરના અબ્રહ્મચર્યને મરણ કહ્યું છે. મરવું બહેતર પણ અબ્રહ્મચર્ય મરણતુલ્ય ગણાય.
કર્મોનો ફોર્સ આવે ત્યારે આત્માના ગુણોના વાક્યો મોટેથી બોલીને જાગૃતિમાં આવી જવાનું. એ પરાક્રમ કહેવાય. સ્વવીર્યને સ્કુરાયમાન કરવું એનું નામ પરાક્રમ ! પરાક્રમે પહોંચેલાને પાછા વાળવાની કોઈને તાકત નથી !
બ્રહ્મચર્ય માટે સંગબળની જરૂર પડે. ગમે તેટલાં સ્ટ્રોંગ નિશ્ચય હોય પણ કુસંગ તેને ઊડાડી મૂકે ! કુસંગ કે સત્સંગ માણસનું પરિવર્તન કરી નાખે !
3. દ્રઢ નિશ્ચય, પહોંચાડે પાર ! નિશ્ચય કોનું નામ કહેવાય કે ગમે તેવું લશ્કર આવે પણ તેને ગાંઠે નહીં ! નિશ્ચય ડગે જ નહીં ! ભાવ અને નિશ્ચયમાં ફેર. ભાવમાંથી અભાવ થાય પણ નિશ્ચય ફરે નહીં. અત્યારે જે બ્રહ્મચર્ય પળાય છે તે પૂર્વભવનાં કરેલાં નિશ્ચય ઓપન થાય છે. જેનાં જેનાં નિશ્ચય કર્યા છે તે પ્રાપ્ત થાય જ. પોલો નિશ્ચય હોય તો ટાઈમીંગ બદલાઈ જાય.
નિશ્ચયને સિન્સિયર રહે તો પાર ઉતરાય. દરરોજ સવારના પહોરમાં નક્કી કરી નાખવું કે “આ જગતની કોઈપણ વિનાશી ચીજ મને ખપતી નથી.’ તેને પછી સિન્સિયર રહે. જેટલો સિન્સિયર તેટલી જ જાગૃતિ !
22.