________________
વિષયની બાબતમાં કંટ્રોલ કરવા જાય તો તે વધારે ઉછળે છે. મનને જાતે કંટ્રોલ કરવા જાય તો નથી થાય તેવું. કંટ્રોલર જ્ઞાની હોવા જોઈએ. ખરેખર તો મનને આંતરવાનું નથી. મનના કારણોને આંતરવાના છે. મન તો પોતે એક પરિણામ છે. એ ના બદલાય. કારણ બદલાય. ક્યા કારણે મન વિષયમાં ચોંટયું છે તે ખોળી કાઢી તેનાથી છૂટાય.
જ્ઞાનીઓ વસ્તુને વાસના નથી કહેતા, રસને વાસના કહે છે. આત્મજ્ઞાન પછી વાસનાઓ ઊડી જાય છે.
સ્ત્રી તરફની વાસનાઓ કેમ જતી નથી ? જ્યાં સુધી ‘હું પુરુષ છું પેલી સ્ત્રી છે, એવી માન્યતા છે ત્યાં સુધી વાસનાઓ છે. એ માન્યતા જાય એટલે વાસનાને ગયે જ છૂટકો ! એ માન્યતા જાય કેવી રીતે ? જેને વાસનાઓ છે તેનાથી તમે પોતે જુદાં જ છો, પોતે કોણ છો એવું જ્ઞાન થાય, ભાન થાય, તો જ તે છૂટે ! અને જ્ઞાનીની કૃપાથી જ્ઞાન થઈ શકે !
3. માહાતી બ્રહ્મચર્યનું ! બ્રહ્મચર્ય ના પળાય તો કંઈ નહીં, પણ તેના વિરોધી તો ના જ થવું જોઈએ. અધ્યાત્મ માર્ગમાં બ્રહ્મચર્ય એ મોટામાં મોટું તેમ જ પવિત્રમાં પવિત્ર સાધન છે ! અણસમજણથી અબ્રહ્મચર્ય ટક્યું છે. જ્ઞાનીની સમજણે સમજી લેવાથી એ અટકે છે. વ્યવહારમાં પણ મન-વાણી ને દેહ નોર્માલિટીમાં રહે, તેથી બ્રહ્મચર્ય આવશ્યક કહ્યું છે. આયુર્વેદ પણ એમ જ સૂચવે છે ! છ જ મહિના જો મન-વચન અને કાયાથી બ્રહ્મચર્ય પાળે તો મનોબળ, વચનબળ તેમ જ દેહમાં પણ જબરજસ્ત ફેરફાર થઈ જાય છે !
અબ્રહ્મચર્યથી ઘણાં બધાં રોગો ઉત્પન્ન થાય છે. એમાં મન ને ચિત્ત તો ફ્રેકચર થઈ જાય છે !
કેટલાંક માનસશાસ્ત્રીઓ કહે છે કે વિષય બંધ થાય જ નહીં, છેક સુધી. પણ દાદાશ્રી શું કહે છે કે વિષયનાં અભિપ્રાય બદલાય કે પછી વિષય રહેતો જ નથી. જ્યાં સુધી અભિપ્રાય બદલાય નહીં ત્યાં સુધી વીર્યનું ઉર્ધ્વગમન થાય જ નહીં. અક્રમમાર્ગમાં તો ડિરેક્ટ આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે, તે જ ઉર્ધ્વગમન છે !
જ્ઞાની પુરુષ સંપૂર્ણ નિર્વિષયી બનેલા હોય, તેથી તેમનામાં જબરજસ્ત વચનબળ પ્રકટ થયું હોય જે વિષયનું વિરેચન કરાવે. વિષયનું વિરેચન ના કરાવતાં હોય તો એ “જ્ઞાની પુરુષ' જ નથી. સામાની ઈચ્છા જોઈએ.
ખંડ : ૨ ‘તા પરણવાનાં નિશ્ચયી માટેની વાટ...
૧. વિષયથી કઈ સમજણે છૂટાય ? અક્રમ વિજ્ઞાન બ્રહ્મચર્યમાં થોડા જ વખતમાં સેફસાઈડ કરી નાખે તેવું છે. ક્યા અવતારમાં અબ્રહ્મચર્યનો અનુભવ નથી કર્યો ? કૂતરાં, બિલાડાં, પશુ, પંખી, મનુષ્યો બધાંએ ક્યારે નથી કર્યો ? આ એક અવતાર બ્રહ્મચર્યનો અનુભવ તો કરી જુઓ !!! એની ખુમારી, એની મુક્તતા, નિર્બોજતા તો માણી જુઓ !
બ્રહ્મચર્યનો નિશ્ચય થવો એ જ બહુ મોટી વસ્તુ છે ! બ્રહ્મચર્યના દ્રઢ નિશ્ચયીને દુનિયામાં કોઈ કશું નામ દેનાર નથી !
બ્રહ્મચર્યનો નિશ્ચય દેખાદેખી, તાનમાંને તાનમાં તાનના માર્યા કે ભડકાટથી થાય તેમાં દમ ના હોય ! એ ગમે ત્યારે લપસાવી પાડે. સમજણથી અને મોક્ષના ધ્યેય માટે કરવાનો છે અને એ નિશ્ચયને વારે વારે મજબૂત કરવાનો અને જ્ઞાની પાસે નિશ્ચય મજબૂત કરાવવો અને વારંવાર બોલાવવું, ‘હે દાદા ભગવાન હું બ્રહ્મચર્ય પાળવાનો નિશ્ચય મજબૂત કરું છું. મને નિશ્ચય મજબૂત કરવાની શક્તિ આપો.” તો તે મળે જ. જેનાં નિશ્ચય ડગે નહીં. તેનું સફળ થાય જ ને નિશ્ચય ડગે કે ભૂતાં પેસી જાય !
બ્રહ્મચર્યનો દ્રઢ નિશ્ચય ધારણ થયા પછી સાધકને વારેવારે એક પ્રશ્ન મુંઝવતો હોય છે કે મહીં વિષયના વિચાર તો આવે છે. તેના માટે પૂજ્યશ્રી માર્ગ બતાવે છે કે વિષયના વિચારો આવે તેનો વાંધો નથી, પણ વિચારો જે આવે છે તેને જોયા કરો અને એના અમલમાં ‘તમે' ના ભળો, એ કહે ‘સહી કરો ? તો ય આપણે સ્ટ્રૉંગ્લી ના પાડી દેવી !! એને જોયાં જ કરવાના. આ છે મોક્ષનો ચોથો પાયો તપ ને પછી તેનાં પ્રતિક્રમણ કરાવવાના. મન
17