Book Title: Bhramcharya Purvardha Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 8
________________ મતિની પરિમિતિ ક્યાં ? અનંત અવતારની કમાણીમાં ઊંચું ઉપાદાન લઈને આવે મોક્ષ માટે, તે વિષયની પાછળ પલવારમાં ખોઈ નાખે !!! અરેરે ! હે માનવ ! તારી સમજણ કેવી રીતે આવરાઈ ?! માણસ નિરાલંબ રહી શકતો નથી. નિરાલંબ તો એકલા જ્ઞાની પુરુષ જ રહી શકે ! એ સિવાયના ઈતર લોકો બુદ્ધિના આશયમાં સ્ત્રી, પુત્રાદિના ટેન્ડર ભરીને જ લાવે જેથી એના વિના એને ચાલે ના ! માંગી હતી માત્ર સ્ત્રી, પણ જોડે જોડે આવ્યાં સાસુ, સસરા, સાળા, સાળી, મામા સસરા, કાકા સસરા. મોટું લંગર લાગ્યું ! ‘અલ્યા, મેં તો એક સ્ત્રી જ માગી હતી ને આ લશ્કર ક્યાંથી આવ્યું ?!' ‘અલ્યા, સ્ત્રી કંઈ ઉપરથી ટપકીને આવે છે ! એ આવે એટલે જોડે જોડે આ લશ્કર આવે જ ને ! તને ખબર નહતી ?” આનું નામ બેભાનપણું ! પરિણામનો વિચાર જ ના હોય કે એક વિષયની પાછળ કેટલાં લાંબા લશ્કરની લાઈન લાગે છે !!! અને ઘાણીના બળદની જેમ આખી જીંદગી જાય છે એની પાછળ ! કોઈએ સાચું શીખવાડ્યું જ નથી. નાનપણથી જ મા-બાપ કે વડીલો મગજમાં ઘાલ ઘાલ કરે છે કે વહુ તો આવી લાવીશું ને પૈણ્યા વગર તો ચાલે જ નહીં અને વંશવેલો તો ચાલુ રહેવો જોઈએ. આત્મસુખ ચાખ્યા પછી વિષય સુખ મોળાં લાગે, જલેબી ખાધા પછી ચા કેવી લાગે ? જીભનો વિષય “ઓકે', કરાય પણ બીજામાં તો કંઈ બરકત જ નથી, માત્ર કલ્પનાઓ જ છે બધી ! ધૃણા ઉપજાવે એવી વસ્તુ છે વિષય ! વિષય ભોગવવાં પાંચે ય ઈન્દ્રિયમાંથી કોઈને આ ગમતું નથી. આંખને જોવું ના ગમે, તેથી અંધારું કરી નાખે. નાકને ય જરાય ના ગમે. જીભની તો વાત જ શું કરવી ? ઉર્દુ ઉલ્ટી થાય એવું હોય. સ્પર્શે ય કરવાનું ના ગમે, છતાં સ્તસુખ માને છે ! કોઈને પસંદ નથી છતાં ક્યા આધારે વિષય ભોગવે છે એ જ અજાયબી છે ને ?! લોકસંજ્ઞાથી જ એમાં પડ્યા છે ! વિષય એ સંડાસ છે, ગલન છે ! આમાં પણ તન્મયાકાર થઈ જાય છે માટે એનાં કૉઝીઝ નવા પડે છે ! વિષયનું પૃથ્થકરણ કરે તો તે ખરજવાને ખંજવાળવા જેવું છે ! અરેરે ! અનંત અવતાર આનું આ જ કર્યું ?!! આ ગટરને કેમ કરીને ઊઘાડાય ? નરી દુર્ગંધ, દુર્ગધ ને દુગંધ !!! શ્રીમદ્ રાજચંદ્ર વિષયને વમન કરવા યોગ્ય જગ્યા નથી એમ કહ્યું છે ! ઘૂંકવા જેવું નથી ત્યાં ! વિષય બુદ્ધિથી નથી, મનના આમળાથી છે, માટે બુદ્ધિથી એને દૂર કરી શકાય એમ છે. ડુંગળીની ગંધ કોને આવે ? જે ના ખાતો હોય તેને ! આહારી આહાર કરે છે તેમ વિષયી વિષય કરે છે ! પણ એ લક્ષમાં રહેવું જોઈએ ને ? પણ અજ્ઞાનતાના આવરણને લઈને લક્ષમાં રહેતું નથી. ચાર દહાડાનો ભૂખ્યો, લીંટવાળો રોટલો ય ખઈ જાય ! આજકાલ તો મનુષ્યો એટલા ગંધાતા હોય છે કે આપણું માથું ફાટી જાય જો જરાક નજીક આવ્યા હોય તો ! તેથી આ બધા પરફયુમ્સ છાંટતા હોય છે ચોવીસે ય કલાક ! વિષયમાં સુખ હોત તો ચક્રવર્તી રાજાઓ આટલી બધી રાણીઓ હોવા છતાં બધું છોડીને સાચા સુખની શોધમાં ના નીકળી પડ્યા હોત ! જીવન શાના માટે છે ? સંસાર માંડીને મરવા માટે ?! સુખ માટે કે જવાબદારીઓ ઊભી કરી બિમારીઓ નોતરવા માટે ? આટલું ભણ્યા ગણ્યા પણ ભણતરનો ઉપયોગ શું ? મેનટેનન્સ માટે જ ને ? આ એજીન પાસેથી શું કામ કઢાવવું છે ? કંઈ હેતુ તો હોવો જોઈએ ને ? આ મનુષ્યભવનો હેતુ શું ? મોક્ષ ! પણ આપણી દિશા કઈ ને ચાલી રહ્યા ક્યાં ?!!! આ વાગ્યું હોય ને લોહી વહી જતું હોય તો આપણે એને બંધ શા માટે કરીએ છીએ ? ના બંધ કરીએ તો ? તો તો વીકનેસ આવી જાય ! તેમ આ વિષય બંધ નહીં થવાથી શરીરમાં બહુ વીકનેસ આવી જાય છે ! બ્રહ્મચર્યને પુદ્ગલસાર કહ્યો ! માટે એને સાચવો ! માટે કરકસર કરો વીર્ય અને લક્ષ્મીની ! ખોરાક ખાઈને તેનો અર્ક થઈ વીર્ય થાય છે જે અબ્રહ્મચર્યથી ખલાસ થઈ જાય છે. માટે બ્રહ્મચર્ય સેવો ! જે બ્રહ્મચર્યથી મોક્ષ થાય તે કામનું. 13 14Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 217