Book Title: Bhramcharya Purvardha Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 7
________________ ઉપોદ્ધાત ડૉ. નીરુબહેન અમીત છે ને વિષયો સ્થળ છે. સૂક્ષ્મતમ આત્મા સ્થળને કઈ રીતે ભોગવી શકે ? ‘જ્ઞાની પુરુષ'ના આ વૈજ્ઞાનિક વાક્યને, પોતાના સૂક્ષ્મતમ સ્વરૂપમાં જ નિરંતર અનુભવપૂર્વક રહેવાની દશાએ પહોંચ્યા સિવાય વાપરવા માંડે, તો સોનાની કટાર પેટમાં ઘોંચવા જેવી દશા થાય ! આ વાક્યનો ઉપયોગ જાગૃતિની પરમ સીમાએ પહોંચેલા માટે છે, અને એવી જાગૃતિએ પહોંચેલાને સ્થૂળ સૂક્ષ્મ વિષયો તો સહેજે ય ખરી પડેલા હોય ! વિષયોની બહાર નીકળ્યા વગર આ વાક્ય પોતે ‘એડજસ્ટ’ કરી લે તેનાં જોખમ તો ‘પોતે વિષયથી પકડાયેલો છે, તેનાથી છૂટવા મથે છે” એમ સ્વીકારી લેનારા કરતાં ઘણું ઘણું વધારે છે. ‘અક્રમ વિજ્ઞાન' થકી જે જાગૃતિ ઉત્પન્ન થાય છે, તેના થકી વિષયો સંપૂર્ણ જીતી શકાય તેમ છે. વિષયનો વિચાર પણ ના આવે, વિષયમાં સહેજ પણ ચિત્ત ના જાય, ત્યાં સુધીની શુદ્ધિ આ વિજ્ઞાનથી થાય તેમ છે. એમાં ‘જ્ઞાની પુરુષ'ની કૃપા તો ખરી અને એ પણ વિશેષ વિશેષ કૃપા જ ખૂબ ખૂબ મોટો ભાગ ભજવે છે. સાધકને તો વિષયથી છૂટવું જ છે એવો દ્રઢ નિશ્ચય જ આમાં જોઈએ છે. બાકી ‘જ્ઞાની પુરુષ’નું વચનબળ તથા “જ્ઞાની પુરુષ'ની વિશેષ કૃપા થકી અખંડ શુદ્ધ બ્રહ્મચર્ય આવા કાળમાં પણ પાળી શકાય છે ! હવે છેલ્લે, ‘જ્ઞાની પુરુષ'ની આ શીલ સંબંધી વાણી જુદા જુદા નિમિત્તાધીન, જુદે જુદે ક્ષેત્રે, સંયોગાધીન નીકળેલી છે. તે સર્વે વાણી એકત્રિતપણે અત્રે સંકલિત થઈ આ ‘સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય' ગ્રંથ બન્યો છે. આવા દુષમકાળના વિકરાળ મહા મહા મોહનીય વાતાવરણમાં ‘બ્રહ્મચર્ય’ સંબંધમાં અદ્ભુત વિજ્ઞાન જગતને આપવું એ સોનાની કટાર જેવું સાધન છે અને તેનો સદુપયોગ અંતે આત્મકલ્યાણકારી થઈ પડે તેવું છે. વાચકને તો અત્યંત વિનંતી એટલી જ કરવાની રહી કે સંકલનામાં કોઈ પણ પ્રકારે ભાસતી ક્ષતિઓ પ્રત્યે ક્ષમા પ્રાર્થના બક્ષી આ અદ્ભુત ગ્રંથનું સમ્યક્ આરાધન કરે ! ડૉ. નીરુબહેન અમીન જય સચ્ચિદાનંદ ખંડ : ૧ વિષયનું સ્વરૂપ, જ્ઞાતી-દ્રષ્ટિએ ! ૧. વિશ્લેષણ, વિષયમાં સ્વરૂપતું ! વિષય કોને કહેવાય ? જેમાં લુબ્ધમાન થાય ત્યારે તે વિષય કહેવાય. બીજું બધું જરૂરિયાત કહેવાય. ખાવું, પીવું એ વિષય નથી. વિષયનાં કીચડમાં કેમ ઝંપલાવે છે તે જ સમજાતું નથી. પાંચ ઈન્દ્રિયના કીચડમાં મનુષ્ય એટલે કે ઐશ્વર્ય પામેલો જે ઈશ્વર કહેવાય, તે કેમ પડ્યો છે ?! જાનવરો ય આને પસંદ નથી કરતા. મહાવીર ભગવાને બ્રહ્મચર્ય એ પાંચમું મહાવ્રત આ કાળના મનુષ્યોને શા માટે આપ્યું ? કારણ આ કાળના લોકો વિષયનું આવરણ એટલું ભારે લઈને આવેલા છે કે તેમને તેના બેભાનપણામાંથી બહાર કાઢી મોક્ષે લઈ જવા, આ પાંચમું મહાવ્રત વધારાનું આપ્યું ! વિષય એ વિકૃતિ છે ! મનને બહેલાવવાનું સાધન બનાવ્યું છે ! આખો દહાડો તાપમાં તપેલી ભેંસો ગંદી ગારવતામાં શા માટે પડી રહે છે ? ઠંડકની લાલચે દુગંધને ભૂલી જાય છે ! તેમ આજના મનુષ્યો આખા દહાડાની દોડધામના થાકથી કંટાળીને, નોકરી-ધંધો કે ઘરનાં ટેન્શનમાં, માનસિક તણાવ ખૂબ ભોગવતા, બળતરામાંથી ડાયવર્ટ થવા વિષયના કાદવમાં કુદે છે અને એનાં પરિણામો ભૂલી જાય છે ! વિષય ભોગવ્યા પછી ભલભલો ભડવીર મડદા જેવો થઈ જાય છે ! શું કાઢયું એમાંથી ? વિષયને ઝેર છે એમ જાણ્યા પછી કોઈ એને અડે ? જગતમાં ભય રાખવા જેવું જે કંઈ હોય તો તે આ વિષય જ છે ! આ સાપ, વિંછી, વાઘ, સિંહથી કેવા ભય પામે છે ? વિષય તો એથી ય વધુ વિષમય છે ! જેનો ભય સેવવાનો છે તેને જ લોક પરમસુખ માનીને માણે છે ! વિપરીતPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 217