Book Title: Bhramcharya Purvardha
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 11
________________ વચન-કાયાથી જે જે વિકારી દોષો, ઈચ્છાઓ, ચેષ્ટાઓ, એ બધાં દોષોનું પ્રતિક્રમણ કરવું પડે. વિષયના વિચારથી છૂટે તો કેવો આનંદ આનંદ થઈ જાય છે, તો પછી એનાથી કાયમ છૂટે તો કેટલો બધો આનંદ રહે ?!!! અબ્રહ્મચર્યનાં વિચારોની સામે બ્રહ્મચર્યની શક્તિઓ જ્ઞાની પાસે માંગ માંગ કરે એટલે બે-પાંચ વર્ષ એવાં ઉદય આવી જાય. જેણે અબ્રહ્મચર્ય જીત્યું તેણે આખું જગત જીત્યું ! સર્વ દેવદેવીઓ ખૂબ ખૂશ રહે ! | વિષયના વિચારો આવે તે બે પાંદડે ફૂટે તે પહેલાં જ ઉખેડીને ફેંકી દો ! કૂપણથી આગળ બે પાંદડા સુધી વિચારો ફૂટીને ફાલવા ના જોઈએ. ત્યાં જ તુર્ત જ ઉખેડીને ફેંકી દેવા પડે તો જ છૂટાય ! અને જો એ ઊગી ગયું તો એની અસર આપ્યા વિના નહીં જ જાય ! વિષયની બે સ્ટેજ. એક ચાર્જ અને બીજું ડિસ્ચાર્જ. ચાર્જ બીજને ધોઈ નાખવું. રસ્તે નીકળ્યા કે “સીન સીનેરી’ આવે કે દ્રષ્ટિ ખેંચાયા વિના ના રહે. ત્યાં દ્રષ્ટિ માંડીએ તો દ્રષ્ટિ બગડે ને ? માટે નીચું જોઈને જ ચાલવું. તેમ છતાં દ્રષ્ટિ મંડાઈ જાય તો દ્રષ્ટિ તરત જ ફેરવી લેવી અને તરત જ પ્રતિક્રમણ કરી લેવાં એ ના ચૂકાય. બધી સ્ત્રીઓ કંઈ આકર્ષતી નથી. જેની જોડે હિસાબ મંડાયો હોય તે જ આકર્ષે. માટે તેને ઉખેડીને ફેંકી દો. કેટલાંક તો સો-સો વખત પ્રતિક્રમણ થાય ત્યારે છૂટાય. પ્રતિક્રમણ કરવા છતાં ય જો વધારે પડતી દ્રષ્ટિ બગડતી હોય તો પછી ઉપવાસ કે એવો કંઈ દંડ લેવો જોઈએ. જેથી કરીને કર્મ ના બંધાય. સામાન્ય ભાવે જ જોવું. મોઢા સામે ટીકી ટીકીને ના જોવું. તેથી શાસ્ત્રમાં બ્રહ્મચર્ય પાળનારાને સ્ત્રીનો ફોટો કે મૂર્તિ ય જોવાની ના પાડી છે ! દેહનિદ્રા આવશે તો ચાલશે પણ ભાવનિદ્રા ના આવવી જોઈએ. આ ટ્રેન સામેથી આવતી હોય ત્યાં કોઈ ઊંઘે ? ટ્રેન તો મારે એક જ અવતાર પણ ભાવનિદ્રા મારે અનંત અવતાર ! જ્યાં ભાવનિદ્રા આવે ત્યાં તે ચોંટશે. ‘જ્યાં ભાવનિદ્રા આવે તે જ વ્યક્તિના શુદ્ધાત્મા પાસે બ્રહ્મચર્ય પાળવાની શક્તિ માંગવાની કે, “હે શુદ્ધાત્મા ભગવાન, મને આખા જગત જોડે બ્રહ્મચર્ય પાળવાની શક્તિઓ આપો.” જ્યાં મીઠું લાગે ત્યાં ગમે તેટલી જાગૃતિ રાખવા જાય પણ કર્મનો ઝપાટો આવે ત્યાં બધું ભૂલાડી દે ! જ્યાં ગલગલિયાં થયાં કે તરત જ સમજી જવાનું કે અહીં ફસામણ થઈ. જેને એક આત્મા જ જોઈએ છે તેને પછી વિષય શેનો થાય ? આપણી મા પર, બેન પર દ્રષ્ટિ કેમ બગડતી નથી ? એ ય સ્ત્રી જ છે ને ? પણ ત્યાં ભાવ નથી કર્યો તેથી. શ્રીમદ્ રાજચંદ્ર બ્રહ્મચર્ય ઉપર ખૂબ જ સુંદર ફોડ પાડ્યા છે, પદ્યમાં. સ્ત્રીને કાષ્ટની પૂતળી ગણો. વિષય જીતતાં આખું જગતનું સામ્રાજ્ય જીતાઈ જાય છે. આત્મજ્ઞાન માટે બ્રહ્મચર્ય જ પાત્રતા લાવે છે. આ અવતારમાં અક્રમજ્ઞાનથી વિષય બીજથી તદન નિગ્રંથ થઈ શકાય ? પૂજ્યશ્રી કહે છે કે ‘હા થઈ શકાય.’ વિષયનું સ્ટેજ ધ્યાન કરે કે બધું જ્ઞાન ભ્રષ્ટ થઈ જાય. મન-વચન-કાયાથી જે બ્રહ્મચર્ય પાળે તે શીલવાન કહેવાય. એના કષાયો પણ ઘણા ઘણા પાતળા પડી ગયા હોય. આપણે બ્રહ્મચર્યનું બળ રાખવાનું. વિષયની ગાંઠ એની મેળે જ છેદાયા કરે. ૨. દ્રષ્ટિ, ઊખડે થી વિઝતે ! ચટણી જોવાની ગમે ? લોહી, માંસ જોવાનું ગમે ? ચટણી લીલા લોહીની ને માંસ, વિ. લાલ લોહીનું ! ઢાંકેલું માંસ ભૂલથી ખાઈ જવાય, પણ ઊઘાડું ?! તેમ આ દેહ એ રેશમી ચાદરથી વીંટેલું હાડ માંસ જ છે ને ? બુદ્ધિ બહારનું રૂપાળું જ દેખાડે છે. જયારે જ્ઞાન આરપાર, સીધું જ દેખે, આ આરપાર દ્રષ્ટિ કેળવવા માટે પૂજયશ્રી દાદાશ્રીએ શ્રી વિઝનનું અભૂત હથિયાર આપ્યું છે. પ્રથમ વિઝને રૂપાળી સ્ત્રી નેકેડ દેખાય. બીજા વિઝને ચામડી વગરની સ્ત્રી દેખાય. ત્રીજા વિઝને પેટ ચીરેલું હોય તેમાં આંતરડાં, મળ 20

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 217