________________
કિરણ ૪થું પ્રાચીન પુરી ભદ્રાવતી
ઉંઘમાંથી જાગ્યા ત્યારે બી. એના રેલ્વેનું વધુ સ્ટેશન ચક્ષુસામે આવી ખડું થયું હતું, નજીકમાં જ બજાજ શેઠન વિશાળ વાડી બંગલા સહિત આવેલી છે. જમણની ત્યાં વ્યવસ્થા હોવાથી ખપ પૂરતા સાધન સાથે ત્યાં પહોંચ્યા. વાડીમાંથી બહાર નીકળી છેડે દૂર ડાબે હાથે આગળ વધતાં કપાસ પીલવાના છનને રૂ ના ઢગ નજરે પડતા. એ છેડી ચાલતાં જ બજારના નાકા પર શેઠ જમનાલાલનું વિશાળ મકાનને લગલગ તેઓશ્રીએ બંધાવેલ શ્રી લક્ષ્મીનારાયણનું મોટું મંદિર આવે છે. એમાં ઉભય મૂર્તિએ ખાદી કપડામાં શેભી રહી છે. થાંભલા પર દેશનેતાઓના ફોટા તેમજ બહારની બાજુ મહાત્માજીની રેંટિયો કાંતતી પ્રતિકૃતિ એ આ સ્થળની વિશિષ્ટતા હતી. અન્ય પણ મંદિરમાં જઈ શકે છે. ગુજરાત કરતાં આ તરફના મંદિરોની બાંધણી કેટલેક અંશે જૂદા પ્રકારની છે. તેનું સ્પષ્ટ ભાન થતું. એજ ભાગે આગળ વધતાં જમણા હાથે એક મોટા કમ્પાઉન્ડ વચ્ચે તાજે જીર્ણોદ્ધાર થયા છતાં કેટલીક બાબતમાં અસલી સ્વાંગ રજુ કરતું શ્રી ચંદ્રપ્રભુજીનું દેવાલય આવ્યું. આરસની છત્રી હેઠળ ત્રણ સુંદર મૂર્તિઓ શોભી રહી હતી. દિવાલે જુના સમયની ચિત્રકળા રજુ કરતી હતી. બજારમાર્ગે આગળ ડગ ભરતાં ડાબા હાથની એક ગલીમાં પાર્શ્વનાથનું દિગંબરી મંદિર જોવા જેવું છે. માળ પર તથા ભૂમિગૃહમાં બિબે છે. મુદ્રાલેખેથી રંગમંડપ શેભે છે. ભાગ્યે જ કોઈ દેવાલય આરસની છત્રી વિહિન દેખાતુ. વળી કારીગરીને ચિત્રામણમાં પણ ખાસ પ્રેક્ષ@ય! આ તરફ જામફળનો પાક સવિશેષ છે સ્ટેશન નજીક વાડીની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org