________________
૧૩૬ જબ તુમ આયે જગતમેં, જગત હસત તુમ રાય;
અબ કરણ એસી કરો, તેમ હસત જગ રોય. રાજના સમયના છે. પ્રતિમાજી ભવ્ય, શાંત શીતલ મુખમુદ્રાયુક્ત છે. ઉપાશ્રય તથા ધર્મશાલા છે. જુનાગઢથી ૧૦ ભાઈલ વંથલી થાય છે.
માંગરેલ: જુનાગઢથી ૪૦ માઈલ પર દરિયાની નજીકમાં માંગરોલ ગામ આવેલું છે. જુનાગઢ-વેરાવલ રેલ્વે લાઈનમાં કેશોદ સ્ટેશનેથી ૧૬ માઈલ પર માંગરોલ છે, એનું પ્રાચીન નામ મંગલપુર હતું. મહારાજા કુમારપાલના સમયનું અહિં પુરાણું જિનમંદિર છે. જેના અવશેષો હાલ મલે છે. હાલ શ્રી નવપલ્લવ પાર્શ્વનાથનું દેરાસર બહુ જ ભવ્ય છે. એક જ દેરાસરમાં ઉપર નીચે થઈ ૬ દેરાસરો છે. મૂલનાયકના પ્રતિમાજી બહુ જ ભવ્ય તથા રમણીય છે. ચોકમાં બે ઉપાશ્રય છે. તથા પંચતીથીની સુંદર રચનાઓ છે. ગામના નાકે દરવાજા જોડે વંડીમાં શ્રી સુપાર્શ્વનાથ ભ.નું મનોહર દેરાસર છે. વિશાલ એક છે. ધર્મશાળા, બાગ ઈત્યાદિથી આ સ્થાન રમણુય છે.
અહિં કુમારપાલ મહારાજાને રાજમહેલ છે. જે પહેલાં માંગરોલના શેખ નવાબના કબજામાં હતો અને આજે સૌરાષ્ટ્ર સરકાર હસ્તક છે. તે લગભગ ૭ માલ ઉંચે છે. ખૂબ જ મહેટ અને પૂર્વકાળના રાજા-મહારાજાઓના રાજકુલ જેવો જ છે. અમે એ નજરે જોયો છે. અમને પણ લાગ્યું છે કે, ગુજરેશ્વર કુમારપાલ મહારાજના સમયને આ રાજમહેલ હો સંભવિત છે. અહિં જૈન કન્યાશાળા, જૈન દવાખાનું, પાઠશાળા, પાંજરાપોળ, આદિ છે. અહિંનાં જેને વ્યાપાર માટે હોટે ભાગે પરદેશમાં મુંબઈ-કલકત્તા તથા એડન રહેનારા છે. ગામમાં એક જ મજીદ છે. જે કુમારપાલ રાજાના સમયમાં મંદિર કે ઉપાશ્રય હોવાનો સંભવ છે. અહિંથી દરિયો બે માઈલ દૂર છે. આવી રીતે ઘણું સ્થળોએ મજીદ બનેલ છે. જે પૂર્વકાળમાં ભવ્ય જૈન મંદિરો હતાં. ખંભાત (ગુજરાત)માં મકાઈ દરવાજા આગળ મોટી મજીદ જે કુમારપાલના સમયમાં જૈન મંદિર હતું. આજે પણ ભજીદ પર મંગલકુંભ, સ્વસ્તિક, આદિ નજરે પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org