________________
કિરણ ૨૬ મું કેરટા તીર્થ
એરણુપુરા છાવણીથી ત્રણ કોશ દૂર કેરટા ગામ છે. આ પ્રાચીન નગર હતું, આ કોરટાના પ્રાચીન નામો કણપાપુર, કનકાપુર, કોલાપુર, કરંટ નગર, કરંટપુર, કેરંટી વગેરે પ્રસિદ્ધ હતા. કોટાની ૧૪ કકારની વસ્તુ વખણાતી –કણયાપુર, કનકધર રાજા, કનકાવતી રાણી, કનૈયા કુંવર, કનકેશ્વર મૂતા, કાલિકામાતા, કેદારીયા બ્રાહ્મણ, કનકાવલી વેશ્યા, કેશરીયાનાથ અને કૃષ્ણમંદિર તેમાંથી ૭ તો આજે પણ છે. આ નગરની આબાદી ઘણી હતી. વિ. સં. ૧૨૫ માં શ્રી વૃદ્ધદેવસૂરીજીએ ત્રીસ હજાર અને પાંચસે જૈનેતર કુટુંબને પ્રતિબંધ આપી જૈન ધર્મી બનાવ્યા હતા. આ કરંટ નગરમાંથી કરંટક ગચ્છ નીકળ્યો છે આજે એ નાનું ગામ છે, ૬૦-૬૫ જૈનોના ઘર છે. ઉપાશ્રય ધર્મશાળા છે. ચાર શિખરબંધ સુંદર જિનમંદિર છે.
સૌથી પ્રાચીન અને ભવ્ય મંદિર શ્રી મહાવીર પ્રભુનું છે. આ મંદિરની સ્થાપના વીર નિર્વાણ પછી ૭૦ વર્ષે શ્રી રત્નપ્રભસૂરિજીના હાથે થઈ છે. પછી તેને જીર્ણોદ્ધાર પણ થયો છે.
બીજું તેરમી સદીનું બનેલું શ્રી આદિનાથનું મંદિર છે. બાજુમાં શ્રી આદિનાથ તથા શ્રી શાંતિનાથની મૂર્તિઓ છે.
એક મોટું મંદિર ગામમાં છે. મૂળનાયક શ્રી પાર્શ્વનાથજી છે. બંને બાજુ શ્રી શાંતિનાથજી બિરાજમાન છે.
ચોથું મંદિર ગામના પૂર્વના કિનારા તરફ આવેલું છે. અહીં મૂળનાયક શ્રી ઋષભદેવજી છે. બંને બાજુ શ્રી સંભવનાથ અને શાન્તિનાથના સુંદર બિંબ છે. મંદિર વિશાળ, સુંદર અને ભવ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org