________________
જે ઘેર જિનપૂજા નહિ, જે ઘર નહિ મુની દાન; ૩૦૯
જે ઘર ધમ કથા નહિ, તે નહિ પુન્યનું સ્થાન.
સાવલીજી : રતલામથી આગળ જતા નીમલી સ્ટેશનથી ૪ માઈલ પર સાવલીયામાં પાર્શ્વનાથ ભીનું સુંદર મંદિર આવેલું છે.
માંડવગઢ : ભારતની પ્રાચીન વૈભવશાલી નગરીઓમાં માંડવગઢ પ્રાચીન નગરી છે. ઝંડુ ગામ અહીં પહેલાં હતું. બાદ મંડન નામના લુહાર પારસમણિના સાનિધ્યથી અહીં કિલ્લો બનાવ્યો હતો આ કિલ્લે ૨૪ માઈલના ઘેરાવામાં હતા. પેથડશા અહીંના મંત્રી હત. વિ. ની સાલમી સદી સુધીનો અહીંનો ભવ્ય ઈતિહાસ મળી રહે છે. ત્રણ જિનમંદિરો તે સમયે અહીં હતા. શ્રી સુપાર્શ્વનાથનું મંદિર અહી તીર્થરૂપ મનાતુ હતું. પેથડશાએ ૧૮ લાખ રૂા. ખર્ચા ૭૨ દેવકુલિકાઓવાળું જિનમંદિર અહીં બંધાવ્યું હતું. ૧૬મા શક બાદ મુસ્લીમ સત્તાઓના આક્રમણથી આ તીર્થભૂમિના પ્રભાવ વૈભવ ઘટતા ગયા. તે વેળા ૩ લાખ જનોની અહીં વસતિ હતી અત્યાર શ્રી શાંતિનાથ ભવનું મંદિર છે. અહીં એતિહાસિક અવશેષે પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે. યાત્રા કરવા જેવું સ્થળ છે.
માલવાના અન્યાન્ય તીર્થો : ધારમાં સુંદર દેરાસર તથા ધર્મશાળા છે. શ્રાવકોનાં ઘરો છે. અથિી ઈદોર ૪૦ ગાઉ છે. મંદ સેરમાં સુંદર દશ મંદિર છે. ઉદાયીરાજાએ ચંડ પ્રદ્યોતને ક્ષમા આપી હતી તે આ સ્થાન જે દશપુર હતું, તે મંદસોરના નામથી આજે પ્રસિદ્ધ છે. શ્રાવકેના ઘર છે.
ભેપાવર : રાજગઢથી પાંચમાઈલ દૂર ભોપાવર તીર્થ છે, મહીનદી અહિં નજીકમાં છે. પ્રાચીન ભોજકુટ નગર અહિં હતું. શ્રી શાંતિનાથ ભ.ના ઊભા કાર્યોત્સર્ગ ધ્યાનમાં રહેલા સુંદર પ્રતિમાજી જિનમંદિરમાં છે. હમણુ જીર્ણોદ્ધાર થયો છે. પંચતીર્થીના રંગીન પટે દર્શનીય છે. બે શ્વેતાંબર ધર્મશાળાઓ છે. બાગ તથા જલકુંડ છે. આ તીર્થને વહિવટ મુંબઈની ગેડીજીની પેઢી હસ્તક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org