________________
કપટીના મન એહવા, જેવા પાકા બેર; ૨૯૫
બહીર સુંદર પેખીએ, માંહિ કઠીન કઠોર. રાજમહેલ, હાથીખાનું, કોર્ટ, કોલેજ આદિ ઘણું જોવા જેવું છે. ગામ બહાર હાથીપળ પાસે મોટી ધર્મશાળા છે.
અહીંથી કેશરી આજી દક્ષિણમાં ૪૦ માઈલ દૂર છે. ઉપાશ્રયે ધર્મશાળા, લાઈબ્રેરી, પુસ્તક ભંડાર વગેરે દર્શનીય છે,
અઘાટપુરા ઉદયપુરથી દેઢ માઈલ દૂર એક પ્રાચીન તીર્થ અઘાટપુરા છે. મેવાડની રાજધાની હતી. મેવાડપતિ રાણું શ્રી જગતચંદ્રસૂરિના દર્શને આવ્યા, બાર-બાર વર્ષનાઆંબેલના તપથી તેજસ્વી કાંતિમાન ચારિ. ત્રરતને જોતા રાણુ સૂરિજીના ચરણમાં નમી પડયાં. પછી રાણું જૈત્રસિંહ વિ સં. ૧૨૮પમાં શ્રી હીરવિજયસૂરીશ્વરજીને જૈનના મહાન તીર્થોની રક્ષાના પરવાના આપ્યા હતા તેમાં શ્રી કેશરીયાજી તીર્થને પણ સમાવેશ કર્યો હતો.
આ અઘાટપુરમાં ચૈત્રસંહિના રાજ્યકાળમાં હેમચંદ્ર નામના શ્રેષ્ઠીએ બધાં આગમે તાડપત્ર ઉપર લખાવ્યાં હતાં. તેમાંથી દશકાલિક–પાક્ષિક સત્ર-એનિયુકિતની તાડપત્રીય પ્રતિ ખંભાતના શ્રી શાંતિનાથના ભંડારમાં છે.
અઘાટપુરમાં પ્રાચીન ચાર જિનમંદિર છે. એક તો મહારાજા સંપ્રતિના સમયનું છે, આ મંદિરોમાં શ્રી ઋષભદેવ, શ્રી શાંતિનાથ, શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ તથા સુપાર્શ્વનાથની ભવ્ય પ્રતિમાજીઓ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org