________________
૨૯૮ કરમ વિનાના કરસનીયા, કોની જાને જાય;
કરમમાં લખી રાબડી તે, લાડુ કયાંથી ખાય.
મહામંત્રી પિથડના પુત્ર ઝાંઝણકુમાર મોટા સંધ સહિત અહીં આવ્યા હતા ત્યારે શ્રી ધર્મઘોષસૂરિજીએ અહીં મંદિર બંધાવવા ઉપદેશ આપે. મંદિર બંધાવવું શરૂ કર્યું.
પરંતું દિવસે કામ થાય તેટલું રાતે પડી જતું. બે-ત્રણ જગ્યા બદલતાં એમજ થવાથી દેવતાને પૂજા સત્કારથી પ્રસન્ન કર્યા પછી મંદિર શરૂ કર્યું અને સાત માળનું મંદિર બંધાવ્યું,
આ મંદિરમાં બે વિશેષતા છે, એકનો રંગમંડપના ઉપરના ભાગમાં મજીદને આકાર છે. તે મુસલમાન બાદશાહની બીકે કદાચ કર્યો હોય. બીજી વિશેષતા એ છે કે શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ એવી રીતે બીરાજમાન છે કે પોષ વદી દશમે સૂર્યના કિરણો બરાબર પ્રભુ પર પડે; પાછળથી જીર્ણોદ્ધાર સમયે દિવાલ ઊંચી કરવાથી હવે કિરણ આવતાં નથી.
દયાળશાહને કિલ્લો કરેડા સ્ટેશનથી અઢી માઈલ દૂર દયાળશાહનો કિલ્લો આવેલે છે, દંતકથા એવી છે કે રાણું રાજસિંહે રાજસાગર તળાવની પાળ બંધાવવી શરૂ કરી પણ તે ટકતી ન હતી. સતી સ્ત્રીના હાથે પાયે નાખવામાં આવે તે ટકે એમ જ્યોતિષીઓના કહેવાથી દયાળશાહની પુત્રવધુએ પાયો નાખ્યો અને કામ આગળ ચાલ્યું. આના બદલામાં દયાળશાહને પહાડ પર મંદિર બંધાવવા મંજુરી મળી.
દયાળશાહ રાજસિંહના મહામંત્રી હતા. બાદશાહ ઔરંગઝેબની સેના સામે લડીને દયાળશાહે વિજયપતાકા મેળવી હતી.
આ મંદિર નવમોળનું હતું પણ બાદશાહે કિલે સમજી મંદિર તેડાવ્યું. અત્યારે મંદિર બે માળનું છે.
પહાડ ઉપર એક કરોડનો ખર્ચ કરી નવ માળનું વિશાળ મંદિર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org