________________
૨૩૦ નામ જપતા સે દુખ હરે, તપ દુખ હરે હજાર;
સદ્ગુરૂ કૃપા લખ દુખ હરે, સબ દુખ હરે વિચારે. દ્વારિકાના દાહ સમયે કૃષ્ણ આ પ્રભુજીને સમુદ્રમાં પધરાવ્યા હતા. બાદ કાતિનગરીના ધનદત શેઠના વહાણ સમુદ્રમાં સ્થિર થઈ ગયેલાં. ત્યારે તે સ્થળેથી શ્રી સ્વૈભનપાર્શ્વનાથજીની પ્રતિમાજી પ્રગટ થયા. તે કાંતિનગરીમાં શેઠે સુંદર મંદિર બંધાવી બિરાજમાન કર્યા. ભ. શ્રીપાદલિપ્તસૂરિજીના કાળમાં આ પ્રતિમાજીનાં સાનિધ્યથી નાગાજેને, અનેક વિદ્યાઓ સિદ્ધ કરી હતી. તેણે આ પ્રતિમાજીને શેઢી નદીના કિનારે ખાખરાના વૃક્ષ નીચે ભંડારી દીધા હતા.
નવાંગીવૃત્તિકાર શ્રી અભયદેવસૂરિજી મહારાજશ્રીને આ મહામહિમાવંત સ્નાત્રજલથી કોઢ રોગ દૂર થયો હતો જે ખાખરાના ઇડ નીચે આચાર્ય ભગવંત પ્રભુજીને સંઘ સમક્ષ પ્રગટ કર્યો. ત્યાં જ શ્રી સંઘે સુંદર જિનમંદિર બંધાવ્યું. આજે પણ આ મહાચમત્કારિક પ્રભુજી, ખંભાત તીર્થમાં તીર્થધપતિતરીકે બિરાજમાન છે. વર્તમાન જિનમંદિરનો છેલ્લો જીર્ણોદ્ધાર વિ. સં. ૧૯૮૪માં થાય છે. ધર્મશીલ શ્રેષ્ટિવર્થ શ્રીયુત કસ્તુરભાઈ અમરચંદ આદિ સુશ્રાવકાની મહેનતથી આ મંદિર નવું તૈયાર થયું છે. અને કાગણ સુદિ ત્રીજના દિવસે પૂ. શાસનસમ્રાટ સ્વર આચાર્યદેવ શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વર મ0 શ્રીનાં વરદ હસ્તે પ્રભુજીની પ્રતિષ્ઠા થઈ છે. આ પ્રભુજી મૂલ નીલમરત્વના છે. તેના પર સુંદર લેપ કરેલ છે. ખારવાડામાં બીજા પણ સીમંધરસ્વામી, અનંતનાથજી અભિનંદન સ્વામી આદી પ્રભુજીનાં દેરાસરો છે. નાગરવાડામાં પણ દેરાસરો છે. સંધવીપળ તથા બલપીપળામાં પણ સંખ્યાબંધ ભવ્ય દેરાસરો છે. માણેકચોકમાં શ્રી આદીશ્વર પ્રભુજીનાં ભવ્ય પ્રતિમાજી ભેંયરામાં છે.
જીરાવલાપાડામાં લગભગ ૨૦ દેરાસરનો જીર્ણોદ્ધાર કરીને ત્રણ મજલાનું ગગનચુંબી પાંચ શિખયુક્ત પાંચ જિનમંદિર તૈયાર કરેલું છે. જેમાં ધર્મશીલ ઉદાર ચરિત શ્રેષ્ઠિવર્ય શ્રીયુત શેઠ પોપટભાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org