________________
૨૫૦ સંપદમાં આપદ વસે, સુખમાંહિ દુખવાસ;
રોગ વસે નિજ ભોગમાં, દેહ ભરણુ આવાસ. ગૌરવ આપનારાં છે. મુસલમાની રાજસત્તાના અત્યાચારોની આગમાં સુરતના જૈનોનું ઘણું ભસ્મીભૂત થઈ ગયેલું એમ ઈતિહાસ કહે છે. જૈન મંદિરો મજીદ રૂપે બની ગયાના ઉલ્લેખો, ઈતિહાસના પ્રમાણિક પુસ્તકમાંથી મળે છે. અહિં શાહપુરમાં ચિંતામણિ પાર્શ્વનાથનું જે ભવ્યમંદિર આજે વિદ્યમાન છે, એ પ્રતિમાજી અત્યારે જે મેરઝી રહામેની મજીદ, કે જે પહેલાં જૈન મંદિર હતું તેમાં બિરાજમાન હતા. જ્યારે મુસલમાનોએ એકાએક આ મંદિર પર આક્રમણ કર્યું તે સમયે આ પતિમાજી ચમત્કારિક રીતે એકદમ અદ્રશ્ય થયા, બીજે દિવસે ત્યાં વસતા એક ભાવિક શ્રાવકને રાત્રે સ્વપ્નમાં અધિષ્ઠાયક દેવે પ્રગટ થઈને કહ્યું “ પ્રભુની પ્રતિમાજી, પાસેના કુવામાં છે, ત્યાંથી બહાર કાઢીને બાજુમાં સુંદર મંદિર તારે બંધવાનું છે.” જો કે તે શ્રાવકની સ્થિતિ સાંધારણ હતી. પણ અધિષ્ઠાયક દેવના પ્રભાવે નવું મંદિર તૈયાર થયું, અને પ્રભુજીને ત્યાં બિરાજમાન કર્યા.
સુરત શહેર ગુજરાતભરના સર્વ શહેરમાં બાદશાહી શહેર તરીકે ઓળખાતું હતું. એને વૈભવ, ઠાઠ તથા સુખસમૃદ્ધિ દેવેલેના દે જેવી હતી. એમાં એ જૈનપ્રજાને વૈભવ તો ઉડીને આંખે વળગે તેવો હતો. ધર્મના કે વ્યવહારના મહે માં વરઘોડાઓમાં કે સારા પ્રસંગોમાં સુરત શહેરના જૈનોની જાહોજલાલી કાંઈ અનેરી હતી. પૂ. આચાર્ય દેવાદિના પ્રવેશમહોત્સવના અવસરે સુરતને સંઘ જે અપૂર્વ સ્વાગત કરતો હતો, તે પ્રસંગનું વર્ણન શબ્દમાં આવી શકે તેમ નથી. છેલ્લા લગભગ ત્રણ દશકાથી સુરતના ઝવેરીઓની જાહોજલાલી કાળબળના કારણે વ્યાપારમાં મંદી આવતાં ઘસાતી ગઈ છે. નહિતર સુરતના જેન ઝવેરીઓને વ્યાપાર ઈગ્લેંડ, અમેરિકા, અરબસ્તાન, શાસ, ચીન, જાપાન આદિ દૂર દૂરના દેશોમાં ફેલાયેલ હતો. સુરત અનેક તડકા-છાંયડા જોયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org