________________
૨૭૦
માંગણુ ગયે સે મર ગયે, મરે સે માગણ જાય; ઉસકે પહલે છે મરે, સો હેતે હી નટ જાય.
અગીયાર દહેરાસરો છે. આ શહેર બહુ પ્રાચીન છે. તેનું પુરાણું નામ નારદપુરી છે. બે મંદિર ગાનબહાર છે અને મંદિરે ગામમાં છે. ગામબહારના મંદિરે ટેકરીઓ ઉપર છે તેને શત્રુંજય-ગિરનાર કહે છે,
દંતકથા કહે છે કે યતિ અને શિવ ગુંસાઈ વચ્ચે મંત્રબળની કસોટીની હરીફાઈ થઈ. દક્ષીણ મારવાડના મલ્યાણના ખેડમાંથી બનેએ મંત્રબળથી પોતપોતાના મદિર ઉડાડ્યાં અને પ્રાતઃકાળ પહેલાં નાડલાઈ પહોંચવાનું હતું. ગોંસાઈ આવી પહોંચ્યા એટલે યતિ કુકડે બોલાવ્યો તેથી ગોસાઈ વિચારમાં પડ્યા. ત્યાં યતિનું મંદિર આવી પહોંચ્યું. સૂર્યોદય થઈ જવાથી બંને મંદિર ટેકરીની નીચે જ સ્થપાયાં. કહેવાય છે કે – * સંવત દશહત વદિયા ચોરાસીવાદ ખેડનગરથી લાવીયા નાડલાઈ પ્રાસાદ
સાદડી ૧ ૯૦૦ ઘર જેનોનાં છે. પાંચ સુંદર જિનમંદિરે છે. શ્રી ચિતામણું પાશ્વનાથનું મંદિર સૌથી મોટું, ભવ્ય અને વિશાળ છે આત્માનંદ જેન સ્કૂલ, આત્માનંદ જૈન પુસ્તકાય, કન્યાશાળા વગેરે ચાલે છે. ચાર-પાંલ ઉપાશ્રયે છે. રાણકપુર તીર્થની પેઢી સાદડીમાં છે. શેઠ - આણંદજી કલ્યાણજીની પેઢી તે સાંભળે છે.
ઘાણે રાવ નાડલાઈથી ઘાણેરાવ ૩ કાશ દૂર છે. દશ મંદિરો છે, શ્રી આદીશ્વર ભગવાનનું મંદિર પરમ દર્શનીય છે. શ્રાવકોની વસ્તી સારી છે. વિશાળ ધર્મશાળા છે. મંદિરમાં શ્રી કુંથુનાથજી, જીરાવાલા પાન નાથ ગોડી પાર્શ્વનાથ, શાન્તિનાથ, આદિનાથ, ઋષભદેવ, અભિનંદન -પ્રભુ, ચિંતામણું પાર્શ્વનાથ અને ધર્મનાથ વગેરેના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org