________________
૨પ૦
- જબ લગ તેરા પુન્યકા, પહોંચ્યા નહિ કરાર; તબ લગ પાપ દબ રહે, ગુન્હા કરો હજાર.
આબુ–આબુ પહાડ અરવલ્લીની ગિરિમાળાઓને એડ ભાગ છે. આ પહાડ ૧૨ માઈલ લાંબો અને ચાર માઈલ પહોળા છે. જમીનની સપાટીથી ૩૦૦૦ ફૂટ અને સમુદ્રની સપાટીથી ૪૦૦૦ ફુટ ઊંચે છે. આબુને લઢાવ ૧૮ માઈલને છે.
આબુ-દેલવાડાના મંદિરની સ્થાપત્યકલા તથા કારીગરી એવી તે બેનમૂન છે કે તેની જોડ જગતભરમાં કયાંયે નથી; તેનું નકશીકામ એવું તે જગવિખ્યાત છે કે છેક યુરોપ, એમેરિકાથી પ્રવાસીઓ તે જેવાને આવે છે. આરસમાં કરેલાં વિવિધ ફુલે, વિવિધ કળામય આકૃતિઓ, શ્રી નેમિનાથના જીવનની વિવિધ ઘટનાઓના પ્રસંગો એવાં તે કળાપૂર્ણ અને અપ્રતિમ છે કે આજે તેવી દૂબહુ કોતરણું થવી જ દુર્ધટ છે.
વિમળશાહનું મંદિર આખું આરસનું બનેલું છે. ૧૫૦૦ કારીગરે અને ૨૦૦૦ હજાર મજૂરોએ ત્રણ વર્ષ કામ કર્યું હતું. મંદિરની લંબાઈ ૧૪૦ ફૂટ અને પહોળાઈ ૯૦ ફૂટ છે. આ મંદિરમાં સં. ૧૯૮૮ માં અઢાર કરોડ અને ત્રેપનલાખના ખર્ચે બંધાવ્યું હતું.
રંગમંડપમાં અને ખંભાઓમાં એવાં અદ્દભુત ચિત્રણો આલેખ્યા છે જેથી ચક્તિ થઈ જવાય છે એ વેલબુટ્ટા, હાથી, ઘોડા, પુતળીઓ એવી અદ્ભુત છે. કે પ્રાણનીજ ખામી છે. પૂતળીઓ હમણું નાચી ઉઠશે ગાવા લાગશે તેવી આલેખી છે.
મંદિરની પ્રદક્ષિણમાં બાવન જિનાલય મંદિર બનેલાં છે. મુખ્ય મંદિરના રંગમંડપમાં ૪૮ થંભે છે. પત્થર ઉપર ઢાંકણાથી જે કારીગીરી કરી છે તે અદ્ભુત છે. યુરોપીયન વિદ્વાને તો સુતા સુતા આ કારીગરોને નિહાળે ને અને જગત માં અદિતી–અલૌકિક કળાધામ માને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org