________________
અહિં
દરની ચીજ વાવ
કલન અધિકાર વિકસિત
નીરખીને નવયૌવના, લેશન વિષય નિદાન; ૨૨૧
ગણે કાષ્ટની પુતળી, તે ભગવાન સામાન. છે. દિનપ્રતિદિન તીર્થને મહિમા વધતે જ ચાલ્યો છે. આજે તે દેરાસરના વિશાલ ચોકમાં ચારે બાજુયે ન્હાનાં મનોહર મંદિર દેવકુલિકાઓ છે. જેમાં સુંદર પ્રભુ પ્રતિમાઓ બિરાજમાન છે. થોડા પૂર્વીપૂર્વે જે પ્રાચીન પ્રતિમાજી ગાથમાંથી નવા પ્રગટ થયેલાં હતા તે પણ અહિં બિરાજમાન કરવામાં આવ્યા છે. મંદિર દેવવિમાન જેવું અદ્દભૂત છે. મંદિરની પાછળ હમણું હજારના ખર્ચે અનદાવાદ નિવાસી ધમનુરાગી ભાઈ ચીમનલાલ ડાહ્યાભાઈ તરફથી ભવ્ય જલમંદિર આરસના પાષાણનું તૈયાર કરાવાયું છે. મૂલ મંદિરમાં મૂલનાયક નજીકનાં પ્રતિમાજી દર્શનીય તથા ચિત્તને આહાદ આપનારા પ્રસન્ન ગંભીર છે. મંદિરની બહાર વિશાલ ચોક મંદિરની પ્રતિષ્ઠામાં. પ્રાણ પૂરે છે. ધર્મશાળાઓની વચ્ચે ટાવર તથા લાઈબ્રેરી છે. ચોમેર વિવિધ વૃક્ષો, ફૂલના કાયરાઓ તથા છૂટી છવાઈ વનરાજ વાતાવરણમાં મધુરતા આપે છે. મુખ્યત્વે એક એક ઓરડીવાળી ધર્મશાળાઓ અને એરડી બહાર હેાટી ઓશરી યાત્રાળુઓને માટે અનેક સુવિધાવાળી છે આ ઉપરાંત પાટણવાળી ધર્મશાળા ૫ણ ઉપર-નીચે ઓરડીવાળી છે. વિહાર દરમ્યાન યાત્રા માટે અહિં પધારતા સાધુ-સાધ્વીજી આદિને આ ધર્મશાળા અનુકૂળતાવાળી છે.
ધર્મશાળાની તથા મંદિરની વ્યવસ્થા, અમદાવાદ નિવાસી સદગૃહસ્થની કમિટિ દ્વારા હાલ થાય છે. વ્યવસ્થા સારી છે. યાત્રિકો માટે ભેજનશાળા વ્યવસ્થિત રીતે ચાલે છે. જેની વ્યવસ્થા રાજપર, બોરૂ, અમદાવાદ, કડી આદિના ધર્માનુરાગી ગૃહસ્થ સેવા ભાવે કાળજીપૂર્વક કરે છે.
એકંદરે ગૂજરાતભરનું અદ્યતન સાધન સગવડ આદિથી સજ્જ, પાનસર તીર્થ–સહુ કઈ પ્રવાસીનાં ચિત્તને ઠારનારૂ તથા શાંતિપૂર્વક લાંબો વસવાટ કરવા પ્રેરણા કરનારૂં અલબેલું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org