________________
તરૂવર સરોવર સંતજન, ચોથા વરસત મેહ, ૨૧૧
પરમારથ કે કારણે, ચાર ધાર્યો દેહ. - આજે તો વિશાલ ચોકમાં દેરાસર તથા આજુબાજુ ધર્મશાળા છે. આ તીર્થની વ્યવસ્થા પાટણ શ્રી સંધ કરે છે. રેલ્વે રસ્તે પાટણથી કાકાસી જતી રેલવે લાઈનમાં ચારૂપ પહેલું સ્ટેશન છે. સ્ટેશનથી ગામ એક માઈલ દૂર છે. યાત્રિકોને પાટણથી વાહન દ્વારા જવું અનુકૂળતાવાળું છે. ચારૂપ તીર્થમાં એકાંત સારૂં છે. અઠવાડિયાની સ્થિરતાપૂર્વક સાધન હોય અને રહેવા ભાવના હોય તો હવાપાણું તંદુરસ્ત છે. આત્મઆરોગ્ય સાથે ચિત્તશાંતિ તથા શરીર સ્વસ્થતા મેળવવા માટે પણ આવાં તીર્થસ્થાને ખૂબ ઉપકારક છે.
મેવાણુ–પાટણથી કાકેસી–મેત્રાણુ બાજુ જતી રેલ્વે લાઈ નમાં છેલ્લા મેત્રાણું સ્ટેશનથી ગામ એક ગાઉ દૂર છે. યાત્રિકોને લેવા માટે પેઢી તરફથી માણસ સ્ટેશન ઉપર દરરોજ હાજર હોય છે. મેત્રાણામાં વિશાલ રંગમંડપવાળું ભવ્ય જિનમંદિર છે. સુંદર છે ધર્મશાળાઓ તથા ઉપાશ્રય છે. દેરાસરમાં મૂલનાયક શ્રી ઋષભદેવ ભગવાનનાં રમણીય પ્રતિમાજી છે. વિ. સં. ૧૮૯૯ના શ્રાવણ વદિ ૧૧ ના દિવસે, આ ગામના લુહારની કઢમાંથી ચાર પ્રતિમાજી શ્રી ઋષભદેવ, શ્રી શાંતિનાથજી, શ્રી મદ્મપ્રભપ્રભુજી, શ્રી કુંથુનાથજી, નામે નીકળ્યા હતા. આ બધાં પ્રતિમાજી પ્રાચીન તથા ભવ્ય છે દેરાસરજીમાં પધરાવ્યા છે. દેરાસરજીની વ્યવસ્થા સારી છે. દેરાસરમાં નીચે ભયરૂં છે. હાલ ખંડિત પ્રતિમાજી ત્યાં બિરાજમાન છે. દેરાસરજીના પાછલા ભાગમાં ત્રણ દેરીઓ છે. સ્થાન સુંદર યાત્રિકને વાસણ ગોદડા વગેરેની સગવડ સારી છે. પેઢી તરફથી હાની પાંજરાપોળ ચાલે છે. તીર્થનો વહિવટ પાટણ, સિદ્ધપુર, પાલણપુર વગેરે સંધના ગૃહની કમિટિદ્વારા હાલ ચાલે છે. આ તીર્થને પ્રસિદ્ધિમાં લાવવાની જરૂર છે. અહિંથી સિદ્ધપુર પાંચ ગાઉ થાય. રસ્તે રેતીવાળો છે. સિદ્ધપુરમાં આપણું દેરાસર ઉપાશ્રય તથા શ્રાવકાની વસતિ છે. શહેર સરસ્વતી નદીના કિનારે આવેલું છે. જેનોતર હિંદુઓ માટેનું યાત્રાધામ અહિં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org