________________
૨૧૪ શાન ગવ મતિ મંદતા, નિષ્ફર વચન ઉદ્દગાર;
રૂદ્ર ભાવ આલસ દશા, નાશ પંચ પ્રકાર. થયા છે. કેટલાકે સ્વતંત્ર ધંધાદારી બન્યા છે, છતાં તે લેકોનાં જીવનમાં સંસ્થાના વસવાટકાળ દરમ્યાન પડેલા સંસ્કારોની અસર પ્રાયઃ ભૂંસાઈ નથી. જૈન ધર્મ તથા જૈન વિદ્યાથીઓમાં ટકી રહેલી આપણે જોઈ શકીએ છીએ. આજે તે પાઠશાળાનું પૂર્વકાલીન ગૌરવ પ્રતિષ્ઠા, તથા તેજ ઘટવા લાગ્યાં છે. આપણે ઈચ્છશું કે સંસ્થા ફરી પાછું પિતાનું ભૂતકાલીન ગૌરવ પ્રાપ્ત કરે!
સંસ્થાના વ્યવસ્થાપકો દ્વારા “જૈન શ્રેયસ્કર મંડળ”ના નામે પુસ્તક પ્રકાશન વિભાગ ચાલુ છે, જૈન ધર્મના ક્રિયાકાંડે, પ્રકરણ આદિનું સાહિત્ય, શુદ્ધ, વ્યવસ્થિત સરળ તથા સેધું, જૈન સમાજમાં પ્રચારવા માટે અત્યારસુધી આ સંસ્થાએ ખૂબ જ મહેનત પરિશ્રમ તથા કાળજી લીધી છે. જેમાં સમાજની જે અમુક સાહિત્ય પ્રચારક સંસ્થાએ સુપ્રસિદ્ધ ગણાય છે, તેમાં જૈન શ્રેયસ્કર મંડળ-મહેસાણાનું નામ પણ મોખરે આવે છે. કેવળ ધનોપાર્જન કરવા માટે ગમે તે રીતે ધાર્મિક પુસ્તકો છાપી મારીને પ્રકાશક બની બેઠેલા જૈન બુકસે લરોએ, આજે આવી સંસ્થાઓના ભૂતકાળમાંથી કઈક ધડે જરૂર લેવા જેવો છે. આ અવસરે સમાજના જન બુકસેલરને મારે કહેવું જોઈએ કે, “બેશક તમારે પટ છે. ઘર છે. કુટુંબ પરિવાર છે, ધનપ્રાપ્તિ તમને થવી જોઈએ એ વાત સાચી, પણ જન સાહિત્યના પ્રકાશમાં જે કાળજી જૈન તરીકે તમારે રાખવી જોઈએ. એમાં તદ્દન બેદરકાર બનીને, પ્રતિક્રમણના પુસ્તકો, પૂજાઓના તથા પ્રકરણોનાં પુસ્તકે રદ્દી કાગળ પર, અશુદ્ધ ઢંગધડા વગરના છાપી નાંખે એ તે ન જ ચાલે. તમે કિંમત બરોબર લે, મહેનતાણું તમને બરાબર મલવું જ જોઈએ. પણ તમારી મહેનત પ્રમાણિક હેવી જોઈએ.”
આ સ્થિતિમાં શ્રેયસ્કર મંડળ જેવી સંસ્થાઓએ આજે ફરી નવજીવન મેળવી, વિધિ વિધાનનાં, ક્રિયાકાંડનાં તથા પ્રકરણે, પૂજાઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org