________________
કિરણ ર૩ મું જૈન સંસ્થાઓ
હિંદભરમાં ધર્મ, સમાજ કે શાસનને ઉપયોગી પ્રવૃત્તિઓને પ્રારંભ અમદાવાદ શહેરમાંથી જ થાય છે. આ દૃષ્ટિએ સમાજ તથા ધર્મની સેવા કરવા માટેની અનેક સેવાભાવી સંસ્થાએ, સમાજે તથા મંડળે આ શહેરમાં આજે પણ અસ્તિત્વ ધરાવે છે. અખીલ ભારતના શ્વેતાંબર તીર્થોને વહિવટ કરનારી, સકલ સંઘની માન્ય શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી અહિં છે. ઝવેરીવાડમાં પણની ખડકીમાં પેઢીનાં મકાનો છે. પેઢીને વહિવટ રાજ્ય વહિવટની જેમ ત્યાં ચાલે છે. શ્રી શત્રુંજયગિરિરાજ, શ્રી ગિરનારજી, શ્રી સમેતશિખરજી, શ્રી તારંગાજી, શ્રીશેરીસા, વામજ આદિ અનેક તીર્થોને વહિવટ પેઢી કરે છે. તીર્થની બાબતમાં પેઢીને આદેશ શ્રી સંકલસંધને આજે પણ માન્ય ગણાય છે. પેઢીના પ્રમુખ તરીકે શહેર તથા સંધના અગ્રગણ્ય તેમજ હિંદના નામાંક્તિ ઉદ્યોગપતિ શાહ સોદાગર શેઠ શ્રીયુત કસ્તુરભાઈ લાલભાઈ છે. જેઓની દોરવણું નીચે દેશ-દેશના સંઘના પ્રતિનીધિઓ તથા સ્થાનિક પ્રતિનીધિઓની નેલી કમિટિ પિઢીને વહિવટ સાંભળે છે.
આ ઉપરાંત આ પુસ્તકમાં પ્રથમ હાય કરનાર દાનવીર શેઠ માણેકલાલ ચુનીલાલ પણ અત્રેના જ વતની છે. તેમજ વર્તમાન કાળમાં મોટામાં મોટે સંધ શેઠ માણેકલાલ મનસુખલાલે અત્રેથી જ કાઢેલ હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org