________________
૧૮૦ ભુંડા માણસથી દુર ભાગીએ, ન દઈએ દીલની વાત;
કાં તે છેતરી શર પડે, કાં ઘરમાં આણે ઘાત.
શ્રાવકેના ઘરે ઓછા થતા જાય છે. પણ અમદાવાદના વ્યાપારના કારણે તથા વાહન-વ્યવહારની સગવડ હોવાથી હાલ વસતિ વધી રહી છે. ગામની મધ્યમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું રમણીય જિનમંદિર છે, પ્રતિમાજી ભવ્ય છે. મંદિરમાં શ્રી પદ્માવતી દેવીનું સ્થાનક છે. ઉપાશ્રય તથા ધર્મશાળાઓ વિશાળ છે, અમદાવાદ શહેરના કેટલાએ સંઘે બે દશકા : પહેલાં અહીં આવતા. હજારે માણસ દિવસભર રહેતાં, સાધર્મિક વાત્સલ્ય–સંધ જમણો થતાં. પૂજા ભાવના આદિ થતું, એ સમયે નરોડા ન્હાના શહેર રૂપે પલટાઈ જતું. પણ આજે તો કાળબળની અસરથી લગભગ ભૂંસાઈ ગયું છે. ગામ બહાર પ્રાચીન જિનમંદિરના અવશેષો નજરે પડે છે. પોષ વદી–માગશર વદી ૧૦ ને મેળો અહીં ભરાય છે. ,
ઈડર-અમદાવાદથી પૂર્વમાં ૬૦ માઈલ દૂર ઈડર શહેર આવેલું છે. અમદાવાદ–પ્રાંતીજ રેલ્વેમાં ઈડર સ્ટેશન છે. પૂર્વે ઈડર રાજધાનીનું શહેર હતું. આજે હિમ્મતનગર રાજધાનીનું શહેર થયું છે. તેમજ હિંદી સરકાર આવતાં, સ્ટેટો ચાલ્યા જતાં આ વિભાગ સાબરકાંઠા જિલ્લામાં ગણાય છે. ઈડર શહેર પ્રાચીન છે. મહારાજા સંપ્રતિના કાલનું જિનમંદિર અહીં હતું. એવો એતિહાસિક ઉલ્લેખ આવે છે. શ્રાવકોના ઘરે અહીં સારી સંખ્યામાં છે. ગામમાં પાંચ દેરાસરે છે. ધર્મશાળાઓ, ઉપાશ્રયે તથા પાંજરાપોળ પણ અહીં છે. ગઢ ઉપર શ્રી શાંતિનાથ ભગવાનનું દેરાસર બાવન જિનાલયનું છે. દેરાસર પ્રાચીન તથા ભવ્ય છે. પૂ. સ્વ. આચાર્યદેવ શ્રીમદ વિજયકમલસૂરીશ્વરજી મહારાજશ્રીના સદુપદેશથી દેરાસરનો જીર્ણોદ્ધાર થએલે છે. દેરાસર વિશાલ તથા યાત્રાએ આવનારનાં ચિત્ત ઠારે તેવું રમણીય છે. ક્રિયાઉદ્ધારક આ. દેવ શ્રી આનંદવિમલસૂરિજી વિ. સં. ૧૫૪૭ માં આ શહેરમાં જન્મ પામ્યા હતાં. પૂ. વિજયદેવસૂરિજીની જન્મભૂમિ ઈડર ગણાય છે. ઈડરનું પ્રાચીન નામ “ઇલાદુ’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org