________________
સમજે તેને ધર્મ છે, રાખે તેની લાજ, ૨૦૧
સંધરે તેનું ધન છે, ઉદ્યોગને આજ. હારિજ છેલ્લા લગભગ ૨૫ વર્ષથી ઉત્તરે ઉત્તર પ્રગતિ કરી રહ્યું છે, જો કે હાલમાં પાંચ વર્ષથી એની ભરતીને ઓટ આવી રહ્યો છે એ કહેવું આવશ્યક છે. શ્રી શંખેશ્વરછથી ૧૫ માઈલ પર હારિજ રેલ્વે સ્ટેશન પર આ ગામ હાલ વસેલું છે. બે બાજુ લાઈનબંધ વ્યપારીએની દુકાનો આવેલી છે. આ જુના ગામડાઓમાંથી જેનો વ્યાપારાથે અહિં આવીને વસેલા છે. તદુપરાંત ગુજરાત-સૌરાષ્ટ્રમાંથી પણ ઘણું જેને અહિં આવીને વસ્યા છે. જેનોનાં હાલ ૫૦ ઉપર ઘરે છે. બજાર વચ્ચે સુંદર દેરાસર છે. દેરાસરમાં મૂલનાયક ભ. શ્રી નેમિનાથ પ્રભુની ભવ્ય મૂતિ છે. વિ. સં. ૧૯૯૩ ની સાલમાં પૂ. પાદ સકલ આગમરહસ્યવેદી સાધુચરિત આચાર્યદેવ શ્રીમદ્ વિજયદાનસુરીશ્વર મહારાજ શ્રીનાં વરદ હસ્ત પ્રભુની પ્રતિષ્ઠા થઈ છે.
દેરાસર રમણીય છે. કાચનું સુંદર ચિત્રકામ દેરાસરમાં થયેલું છે. દેરાસરમાં વિશાળ એક છે. ચેકમાં હામે ઉપાશ્રય, પાઠશાળા આવેલાં છે. યાત્રિકો માટે ભોજનશાળાની વ્યવસ્થા પણ છે. શ્રી શંખેશ્વરછ, સમી, મુંજપુર, તથા રાધનપુર આદિ બાજુ જવા માટે યાત્રિકોને અહિંથી સરળતા રહે છે. અહિંથી શંખેશ્વરજી ૧૫ માઈલ થાય છે. રસ્તામાં મુંજપુર આવે છે. હારિજમાં જે સ્થાને હાલ દેરાસર ઉપાશ્રય આદિ છે. આ સ્થાને નવું હાર્જિ વસેલું છે. જુનું હારિજ મુંજપુર જતાં નવા હારિજના નાકે જ હાલ ટીંબારૂપે છે. વિ. સં. ના ૧૨માં સૈકામાં આ સ્થાને સુંદર જિનમંદિર હતું. તથા શ્રાવકેની સારી વસતિ હતી. આજે પણ બહાર તેના અવશેષો મળી રહે છે. હરિજના નામથી હરિગચ્છની ઉત્પત્તિ અહિં થયેલી એમ પ્રાચીન ઉલ્લેખો પરથી જાણવા મળે છે. હારિગચ્છના આચાર્યોએ ત્રણ ત્રણસૈકાઓ સુધી જન સાશનને દીપાવ્યું છે. - મુંજપુર-હારિજથી શંખેશ્વરજી જતાં રસ્તામાં ૫ ગાઉ પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org