________________
૨૦૨ અનદેવ સબસે બડા, સબ દેવન કા દેવ;
દેવ-દેવતા માનવી, કરે અન્નકી સેવ. મુંજપુર ગામ આવેલું છે. ગામ પ્રાચીન છે. વિ. સં. ૧૩૧૦માં મુંજરાજે આ નગર વસાવ્યું હતું ગામને ફરતો મજબૂત કિલો છે. હમ્મીરસિંહના સમયમાં અમદાવાદના પાદશાહ સાથે યુદ્ધ અહિં ખેલાયું. વિ. સં. ૧૬માં સૈકામાં શ્રી જેટીગો પાર્શ્વનાથનું ભવ્ય મંદિર અહિં હતું. હાલ બે દેરાસરો છે. એમાં એક મંદિર વિશાલ બે માળનું છે. શ્રાવકના ૧૫-૨૦ ઘર છે. ઊપાશ્રય તથા ધર્મશાળા છે.
ચંદુર-શ્રી શંખેશ્વરજીથી ઉત્તરમાં ૬ માઈલ દૂર ચંદુર ગામ આવેલું છે. આ એતિહાસિક છે. વનરાજ ચાવડાના જન્મ તથા બાલ્યકાલનો સમય, આ બધા પ્રદેશોમાં જ વીતેલે. ગુજરાતના મંત્રીશ્વર તથા જૈન શાસનના મહાપ્રભાવક શ્રી વસ્તુપાલને સ્વર્ગવાસ આ સ્થળે થયેલું છે. તેમણે અહિં સુંદર જિનમંદિર બંધાવ્યું હતું, પૂર્વ. કાળમાં “ચંદ્રોન્માન” પુર તરીકે આ સ્થળ પ્રસિદ્ધ હતું. હાલ અહિં વિશાળ ઘુમ્મટવાળું ભવ્ય જિનમંદિર છે. મૂળનાયક શ્રી ચંદ્રપ્રભા
સ્વામીની પ્રતિમાજી ભવ્ય તથા રમણીય છે. આ મંદિરને બન્ચે આજે ૨૦૦ વર્ષ ઉપરાંત સમય થયો છે, તે કાળે અહિં શ્રાવકોના ૬૯ લગભગ ઘરો હતા. આજે અહિં બે ઘર છે ઉપાશ્રય તથા ધર્મશાળા છે. મંદિરની બાંધણું ઊંચી હોવાથી દૂર-દૂરથી દેખાય છે. સમી અહિંથી લગભગ ૯ માઈલ છે. સમીમાં એક દેરાસર છે. મૂલનાયક શ્રી મહાવીર પ્રભુના પ્રતિમાજી પ્રભાવિક તથા સુંદર છે. શ્રાવકેના ૮૦ લગભગ ઘરો છે. ઉપાશ્રય, પાઠશાળા, તથા જ્ઞાનમંદિર છે. રાધનપુરથી શંખેશ્વર જતા સમી વચ્ચે આવે છે.
પાટણ-ગુજરાત-મહાગુજરાતને પ્રાચીન નગરોમાં અણહિલ. પુર પાટણનું સ્થાન અદ્વિતીય છે. ગુજરાત-મહાગુજરાત, સૌરાષ્ટ્રના પાટનગર તરીકે પાટણની પ્રખ્યાતિ સમગ્ર ભારતમાં દૂર-દૂર સુધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org