________________
૧૮૪ ચાર ઘડી રાત્રી પછી, સૂર્ય ઉદય પર્યત;
બ્રાહ્મ મુહૂર્ત તે જાણવું, ભજન ધ્યાન બલવંત. એમાં કડીથી ૮ માઈલ દુર ભયણું ગામ આવેલું છે. પહેલા સ્ટેશન ન હતું પણ તીર્થને મહિમા દિનપ્રતિદિન વધવાથી અહિં સ્ટેશન થયું છે. સ્ટેશનથી ૫ મિનિટનો રસ્તો કાપતાં હામે વિશાલ ધર્મશાળાઓ દેખાય છે. ધર્મશાળાના દરવાજામાં પેઠાં, એટલે પીળા પાષાણનું શિખરબંધી રમણીય મંદિર નજર રહામે દેખાય છે. મંદિરમાં મૂળનાયક ભ. શ્રી મલ્લિનાથ સ્વામીજીની પ્રતિમાજી અદ્ભુત ચમત્કારીક છે. વિ. સં. ૧૯૩૦ના મહા સુદિ ૧૩ના શુભ દિવસે કેવલ પટેલના ખેતરમાં કૂવો ખોદતાં સુંદર વાજિત્રાને અવાજ સંભળાયો, અને પ્રતિમાજી પ્રગટ થયાં. કડી તથા કુકવાવના શ્રાવકાની ઈચ્છા પોતપોતાના ગામમાં ભગવાનને પધરાવવાની હતી. પણુ ભગવાનને ગાડામાં પધરાવ્યા, એટલે ગાડુ ભોયણું આવીને અટક્યું.
અહિં ત્યારબાદ ભવ્ય દેરાસર શ્રી સંઘે તૈયાર કર્યું અને ૧૯૪૩ ના મહા સુદિ ૧૦ના દિવસે પ્રભુજીને ગાદી પર બિરાજમાન કર્યો. મંદિર દેવવિમાન જેવું અલૌકિક છે. હજારો યાત્રાળુઓ આ તીર્થની યાત્રાએ આવે છે. તીથને મહિમા અતિશય છે. અનેક શ્રદ્ધાળુ ભાવિકે શ્રી મલ્લિનાથ પ્રભુની યાત્રાએ આવી ભાવ-ભક્તિથી પ્રભુજીની સેવા કરે છે. ધર્મશાલાઓ વિશાલ છે. સ્થાન પણ રમણીય છે. મહા સુદિ ૧૦ના દર વર્ષે મોટો મેળો અહિં ભરાય છે. તેમાં ઉત્તર ગુજરાતના ઠેઠ દૂર-દૂર પ્રદેશના હજારો યાત્રિકે અહિં પ્રભુજીની યાત્રાએ આવે છે. આ સમયે અમદાવાદ નિવાસી શેઠ જમનાભાઈ ભગુભાઈ તરફથી નવકારશી થાય છે. હાલ લગભગ છેલ્લા ૫-૭ વર્ષથી સંધ જમણું બંધ થયાનું સંભળાય છે.
તીર્થને વહીવટ શેઠ જમનાભાઈ ભગુભાઈ તરફથી કમિટિ દ્વારા વ્યવસ્થિત રીતે ચાલે છે. આ પેઢી હસ્તક ભોંયણજી કારખાનામાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org