________________
૧૭૪ તીલક કરતાં ત્રેપન થયાં, જપમાળાના નાકા ગયા.
કથા સુણુને કુટયા કાન, તો એ ન આવ્યું બ્રહ્મજ્ઞાન. સમાજ તરફથી જાહેર વાંચનાલય વ્યવસ્થિત રીતે ચાલે છે. સાધર્મિક ભક્તિ આદિ માટે પણ સંસ્થા પોતાની શક્તિ મુજબ લાગણીપૂર્વક કાર્ય કરે છે. પૂ. આચાર્યદેવ આદિ મુનિવરોનાં જેહેર પ્રવચન ગઢવી સમાજમાં સમ્યજ્ઞાનનો પ્રચાર કરવામાં પણ સંસ્થાના સેવાભાવી યુવકેને રસ છે.
આ સિવાય ધી. યંગમેન્સ જૈન સેવાસમાજ, આદિ અનેક સંસ્થાઓ દ્વારા શહેરમાં ધર્મ, સમાજ, તથા સેવાની લેકપગી પ્રવૃત્તિઓ ચાલી રહી છે. તેમજ પૂજાઓ, તથા સ્નાત્ર મહોત્સવમાં પ્રભુભક્તિથી પ્રેરાઈને ભાવક સંગતને પ્રવાહ વહેતો મૂકનારા મંડળે પણ તાજેતરમાં અમદાવાદ શહેરમાં સ્થપાયાં છે. જે મંડળના સભ્યો પૂજામાં આમંત્રણ મળે ત્યાં જઈ હૃદયના ભાવ-ભક્તિપૂર્વક સાજ સાથે પૂજાઓ ભણાવી વાતાવરણમાં પ્રભુભક્તિની ધૂન જગાવે છે. આવા મંડળો સ્થપાતાં, પૂજા તથા સ્નાત્ર મહોત્સવના પ્રસંગમાં દેરાસરે ભરચક રહે છે. પૂજામાં લોકોને રસ પડે છે. પરિણામે કલાકોના કલાકો સુધી ભક્તિનું વાતાવરણ જામે છે. આ મંડળમાં શ્રી જન ધર્મ આરાધક મંડળ જન જ્ઞાનમંદિર, નવપદ આરાધક મંડળ–પતાસાની પિળ તેમજ જૈન સ્નાત્ર મંડળનાગજીભૂધરની પિાળ, આ મંડળો પ્રસિદ્ધ છે. તેમાંયે જ્ઞાનમંદિરના આરાધક મંડળમાં સભ્યોની સંખ્યા સાથે છે, તેમજ ડા વર્ષોમાં મંડળે ઠીક-ઠીક પ્રગતિ સાધી છે. મંડળના કાર્યકરે સેવાભાવી તથા ઉત્સાહી છે.
તદુપરાંત, સ્થાનિક કે બહારગામ પ્રતિષ્ઠા, શાંતિસ્નાત્રાદિ ધાર્મિક ક્રિયાઓ માટે શહેરના અનેક ક્રિયાકારકો હિંદભરમાં આ બધી ભાંગલિક ક્રિયાઓ કરાવવા જાય છે. જૈન વિદ્યાશાળામાં શેઠ સુબાજી રવચંદની ટેળીના ધર્મનિષ્ઠ કિયાકારકે હિંદમાં બધેય જાય. છે. તે રીતે ડહેલાના ઉપાશ્રય, લુહારની પિળનો ઉપાશ્રય, જૈન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org