________________
કિરણ ૧૯ મુ કચ્છના પ્રસિદ્ધ જન તીર્થો
શ્રી ભદ્રેશ્વરજી-(કચ્છ) કચ્છદેશ ગુજરાત-સૌરાષ્ટ્રની સાથે સંકળાઈને જોયેલો પ્રદેશ છે. એ દ્વીપકલ્પ જેવો મનોહર પ્રદેશ છે. જેની વસતિ ત્યા સારા પ્રમાણમાં છે. કચ્છના ગામડે-ગામડે ભવ્ય આલિશાન તથા રમણીય. જૈન મંદિર છે. લેક ભદ્રિક, સરળ તેમજ ખેતીઆદિના વ્યવસાય કરનારા છે. આજે તે હજારો કચ્છી ભાઈઓ મુંબઈ, મદ્રાસ, કોચીન કલકત્તા આદિ દેશ-પ્રદેશમાં વ્યાપાર-વ્યવસાય માટે જઈ વસ્યા છે. ભદ્રેશ્વરતીર્થ :કચ્છનું પ્રાચીન તથા અતિહાસિક જૈન તીર્થ છે. અંજારથી દશેક ગાઉ દૂર વસઈ ગામ છે. ત્યાં પ્રાચીન વૉશ્વરનું સ્થાન છે. આજથી લગભગ ૨૪૦૦ વર્ષ પહેલાં અહિં ભદ્રાવતી નામની એતિહાસિક નગરી હતી. વિજયશેઠ તથા વિજયાશેઠાણી જે જૈન ઇતિહાસમાં પોતાના તલવારની ધાર જેવી નિર્મળ ઉગ્ર બ્રહ્મ ચારી વૃતની સાધનાથી પ્રસિદ્ધ છે. તેઓ નગરીના રહેવાસી ભ.શ્રી મહાવીર દેવના નિર્વાણ બાદ ૨૩મા વર્ષે શ્રી દેવચંદ નામના ધનાઢય શ્રાવકે અહિં ભવ્ય જિનમંદિર બંધાવ્યું હતું. અને ગણધર ભગવાન શ્રી સુધર્માસ્વામીએ તેની અંજન શલાકા પ્રતિષ્ઠા કરાયેલા હતા. કુલનાયક શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી ત્યાં સ્થાપિત કર્યા હતા. બાદ આ મંદિરનો ઈતિહાસ મળતો નથી. પણ કુમારપાલ મહારાજાએ અહિંના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. અને વિ. સં. ૧૩૧૫માં દાનવીર જગડુશાહે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યા હતું. આ હકીકતનો લેખ આજે પણ ત્યાંના મંદિરના સ્તંભે. કોલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org