________________
કિરણ ૬ નાગપુર મા
ગિરિડી
વસંત પંચમીની મોહક સવારે નાગપુર સ્ટેશને પગ મૂક્યા. ઈતિવારી પેઠમાં જવા સારૂ બસ તથા ટાંગા તયાર જ હોય છે. પાઘડી પણે લંબાયેલા આ નાગપુર શહેરમાં વેતાંબરી મંદિરે માત્ર બેજ છે. ઈતવામાં શ્રી અજીતનાથનું મોટું દેવાલય જ્યાં બાજુમાં નેમનાથ તથા ભમતી તરફ વૃક્ષાકારે મણિભદ્ર સુંદરાકૃતિમાં વિસ્તરેલા છે. સ્ફટિકના બિંબને દાદાજીની પાદુકા પણ ખરી જ. મજલા પર પણ બિબ પધરાવેલાં છે.
પાછળની ગલીમાં થઈ બજાર જતાં જતિના દહેરા તરીકે ઓળખાતું બીજું દહેરૂં આવે છે, જ્યાં આરસની સુંદર છત્રીમાં શ્રી આદિ- છનની શ્યામળ પ્રતિમા શોભે છે. દિગંબરી દેરાસરો પણ દશ ઉપરાંત છે,
શહેરની બાંધણી જુની ઢબની છતાં વેપારનું જબરૂ મથક હેવાથી દુકાનોને પાર નથી. જ્યારે સોના ચાંદીના વેપારીઓની સંખ્યા લગભગ સો થવા જાય છે ત્યારે બીજાનું શું કહેવું ? સંથારાની આવક એટલી વહદ વગરની છે કે જેથી સ્ટેશન નજીક એક વિશાલ જગા રોકવામાં આવી છે. જે “ સંથરા બજાર તરીકે ઓળખાય છે તે સંથરા ત્યાં સેંઘા મળે છે.
જોવા લાયક સ્થળમાં “સેન્ટ્રલ મ્યુઝીયમ ” તથા “ મહારાજા બાગ” ખાસ ગણાય છે. જે શહેરની સામી બાજુએ સ્ટેશન સામેના ગવરમેન્ટ હાઉસની પાછળ જ છે. “સંગ્રહસ્થાન” માં પ્રાચીન કારીગરી સૂચવતી ઘણી ચીજે છે. ચાંદા, બુરહાનપુર હાસંગાબાદ આદિ સ્થળેથી લાવવામાં આવેલી આખી તેમજ ખંડિત એવી ઘણી જૈન મૂર્તિઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org