________________
કિરણ ૮ મું. કલકત્તા યાને બંગભૂમિનું પાટનગર.
પહે ફાટતાં જ હારાના ધમધમાટભર્યો પ્લેટફોર્મો નજરે પડ્યા. સંઘના સ્વાગત માટે ગુજરાતી ગૃહસ્થ તૈયાર હતા. કલકત્તામાં કેનીંગ સ્ટ્રીરને ઉપાશ્રય એ ગુજરાતી મંડળનું ઠાણું. અમારે, ઉતારો પણું ત્યાં જ રખાયો હતો. સ્ટેશન બહાર પગ મૂક્તાં જ પહેલા રસ્તા પર હજારો પ્રવાસીઓ. સમુદ્ર જેવા વિશાળ ગંતા યાને હુગલીના પ્રવાહમાં સહેલ કરતી સ્ટીમર ને હોડીઓ, નદી પરનો પ્રચંડ હાવરા પૂલ અને શહેરની ઊંચી ઈમારતો આદિ અનેકવિધ વૈભવશાળી દળ્યો આગંતુકને ઘડીભર હેરત પમાડે છે. હુગલીના જળ પર લંચ ને નાનકડી બોટો, મછવા ને વહાણે માછલાની માફક ગમનાગમન કરતાં નજરે પડે છે. ટ્રામ, મોટર, બસ, ઘોડાગાડી ને રીક્ષારૂપ વાહનોની દેડધામ અહીં અસાધારણ પ્રમાણમાં રહેતી હોવાથી સાવચેતી રાખવાની અગત્ય છે. મુંબઈમાંની બેન્ક ઓફિસોમાંથી ઘણુંખરીખ અહીં શાખાઓ છે. ટ્રામે મુંબઈ જેમ સળગ દોડતી નથી પણ અમુક સ્થળ વચ્ચે દોડે છે. મોટર બસનું પણ આવું જ છે. એ પરના બોર્ડ વાંચવાથી સમજાય તેવું છે. અહીંની ટ્રામોમાં આગળનો ડઓ પહેલા વર્ગનો ને પાછળનો બીજા વર્ગને ગણાય છે. ચાર્જમાં પણ શેડે ફેર હોય છે. ત્રાન્સફર–ચેઈન્જ ટીકીટ જવલ્લેજ લેવી પડે છે. કાલીઘાટથી એસપ્લેનેડ, હેરીસન રોડ યાને બડા બજાર, લોઅર કથા અપર ચિતપર રોડ. જેમાં લેઅરના નાકાને ધર્મતલા જ્યારે અપરના નાકાને બાગ બજાર તરીકે ઓળખાય છે. આ ટ્રામ માટે જાણીતા રસ્તાઓના નામ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org