________________
-
૪૮ રાગ દ્વેષ દેય દોષ હે, અ કમ જડ મેહ,
હેતુ એહ સંસારના, તિનકુ કરવો છે. માતાની દેરી સામે છે. ત્યાં વાઘના શિકારનું એક ચિત્ર જોતાં ને રખેવાળાની વાત સાંભળતાં આ પ્રદેશમાં વાઘ-ચિત્તાની વસ્તી છે. એમ લાગે છે. ધર્મશાળાથી તલાટી બે માઈલ દૂર છે. પગે ચાલતાં જવાય તેવી સડક છે. ખટારા ૦–૧–૦ માથા દીઠ ચાર્જથી મળે છે. માર્ગ હરિયાળો ને સૌન્દર્યપૂર્ણ છે. તલાટી પાસેની સામસામે આવેલી બે દેહરીઓ હિારીને પહાડ ચઢવાનો પ્રારંભ કરવો.
દેરીઓને જુદી પાડનાર સરિતા છે, જે વાંક લેતી ઉપર પણ વારંવાર આવે છે. ઉભય દેરીમાં શ્યામલ મૂર્તિઓ શ્રી વીરજનની દિવાલમાં ઉપસાવેલી છે. તેમાં પણ જતાં ડાબા હાથે આવેલી ટેકરી પરની દેરી રમ્ય છે. ચઢવાનું સામેની દેરી યાને તલાટીના મકાનથી આરંભાય છે. પથરા ચળકતા લાગે છે ને શરૂમાં સરળતા અનુભવાય છે. પણ આગળ કઠીનતા આવે છે ને એ કપરાશ અધું પહોંચ્યા પછી તે અતિશય વધી જાય છે. મેટી શિલાઓ પર પગ ટેકવી: ચઢવું પડે છે. લાકડી ટેકો દેવા કામ આવે છે. હિંસક પશુને વસ- વાટ હોવાથી પ્રકાશ થયા પછી જ ચઢવું અને સલાહભર્યું છે. ૨. થી ૩ માઈલનો ચઢાવ અને પ્રાંત ભાગે થેડે ઉતાર ઉતાર્યા બાદ સપાટ મેદાન મધ્યે કિલ્લાવાળું ને શિખરથી શોભતું શ્રી વીરપ્રભુનું દેવાલય અઢગ યોદ્ધા સી ઊભું છે. આ સ્થળ શાંતિજનક ને નિરવ છે. શિખર હેઠળનો ભાગ ખાલી છે, પણ આગળના ભાગમાં પ્રવેશતા. ડાબા હાથે દિવાલમાં સુંદર શ્યામવર્ણી બિંબ બેસાડેલાં છે.
ક્ષત્રિયકુંડ નગર પૂર્વે અહીં હતું એમ કહેવાય છે ને લગભગ બે માઈલ પર સિદ્ધર્થ રાજાના પ્રાસાદના ખંડિયેર પણ છે. વનસ્પતિથી ઘેરાયેલાં ને ઘણું વૃક્ષોના ઝુંડવાળા એક પ્રદેશને “ જ્ઞાતવન ખંડ ઉદ્યાન” તરીકે ઓળખવામાં આવે છે એ દીક્ષા લીધાની જગા છે. આ પ્રદેશમાં નજીક આંબા, લીમડા, પીપળ આદિના ઝાડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org